Home South-Gujarat દિવાળી બેન ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં મુંરબી ગામે ઓક્સિજન મીટરનું...

દિવાળી બેન ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં મુંરબી ગામે ઓક્સિજન મીટરનું વિતરણ કરાયુ…

16
0

પ્રાપ્ત વિગતો અનુસાર આદિવાસી વિસ્તારમાં ચાર વર્ષથી કાર્યરત દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી તરફથી ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં મુરંબી ગામે ઓક્સિજન મીટરનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.


કોરોનાની મહામારી દરમિયાન ઘર બેઠા જ ઓક્સિજન ઉપલબ્ધ થઈ શકે તે માટે લોકોને ઓક્સિજન મીટર આપવામાં આવ્યુ છે.આ ઓક્સિજન મીટરને દિવાળીબેન ટ્રસ્ટમાં સેવાની ફરજ બજાવતા સહ સંયોજક ગંગારામભાઈ ચોધરી અને અજયભાઇ ગાવિતનાં હસ્તે વિતરણ કરવામાં આવ્યુ હતુ.આ વિતરણ કાર્યક્રમમાં આદિવાસી યુવા નેતા સંતોષભાઈ ભુસારા અને આદિવાસી આગેવાન અરુણભાઈ બાગુલ તથા નીતિનભાઈ રાઉતે ઉપસ્થિત રહી યોગદાન પુરૂ પાડ્યુ હતુ.
શેખર ખેરનાર ડાંગ


Previous articleડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બીજા દિવસે આહવા ખાતે વિરોધ પ્રદર્શન કરાયુ.
Next articleસરદાર સરોવર નર્મદા ડેમથી 50 કિ.મી. દૂર ભૂકંપ નો આંચકો, ડેમ 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપમાં પણ સુરક્ષિત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here