(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં કોરોના દરદીઓને ઓક્સિજનની કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેકટર ડી. એ.શાહના માર્ગદર્શન હેઠળ આરોગ્યતંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગઈકાલે સિવીલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનની ટેન્ક આવી પહોંચી છે જેથી દરદીઓને સારવારમાં હવે રાહત રહેશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ૧ હજાર લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક અને ૨૫૦ લીટરની ક્ષમતા ધરાવતી બે ટેન્ક સહિત કુલ- ૨૫૦૦ લીટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્ક હાલ ઉપલબ્ધ છે.