Business

Oyoના કર્મચારીઓ રાતે પાણીએ રોયા, કંપનીએ સામેથી નોકરી છોડવાનો રાખ્યો પ્રસ્તાવ

કોરોના સંકટ કાળમાં હોટલ કંપની Oyo ઇન્ડિયાએ પોતાના કર્મચારીઓને મોટો ઝાટકો આપ્યો છે. Oyo ઇન્ડિયાએ તેમના કર્મચારીઓને ઓછા લાભ સાથે રજા પર ઉતારી કર્મચારીઓને જાતેજ કંપની છોડી દેવાનું અથવા 6 મહિના પગાર કે કોઇ લાભ વીના રજા પર ઉતરી જવાનો પ્રસ્તાવ મુક્યો છે.

કંપની દ્વારા શું કહેવામાં આવ્યુ?
Oyoના કર્મચારીઓને સંબોધન કરતાં અધિકારી રોહિત કપૂરે કહ્યું, “અમે જાણીએ છીએ કે તમને પાછળ રાખવું પડકારજનક છે.” પરંતુ આ એક એવી સ્થિતિને કારણે થયું છે જે ન તો તમારા નિયંત્રણમાં છે અને ન આપણા તમે કંપનીથી જ દૂર થઈ શકો છો અથવા છ મહિના માટે અને 28 ફેબ્રુઆરી 2021 સુધી મર્યાદિત ફાયદા સાથે છોડી શકો છો.

કપૂરે કહ્યું કે Oyo આ પહેલા આવી સ્થિતિમાં ક્યારેય આવ્યુ નહોતુ. અમે જાણીએ છીએ કે તમે અમારી પાસેથી ઘણી અપેક્ષા રાખી હતી, પરંતુ અમે આ માટે દિલગીર છીએ. આપણે હાલમાં એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં બધું આદર્શથી દૂર છે.

સ્ટાફને 4 મહિનાની રજા પર મોકલી દેવાયા
કોવિડ -19 સંકટને કારણે કંપનીએ 4 મેથી ઘણા કર્મચારીઓને ચાર મહિનાની રજા પર મર્યાદિત ફાયદા સાથે મોકલ્યા હતા. આ સાથે, તમામ કર્મચારીઓને તેમના પગારમાં 25 ટકા ઘટાડો સ્વીકારવાનું કહેવામાં આવ્યું હતું.

8 જૂનથી હોટલો ખુલી
8 મી જૂને સરકારની મંજૂરી બાદ કંપનીએ તબક્કાવાર રીતે તેની હોટલ ખોલવાનું શરૂ કર્યું હતું. અનલોક પ્રક્રિયા શરૂ થયા પછી, કંપનીએ 30 ટકા ક્ષમતાવાળા પૂર્વ-કોવિડ -19 સાથે કામ કરવાનું શરૂ કર્યું. આને કારણે, કંપનીએ વધુને વધુ નોકરી બચાવવા માટેની પ્રતિબદ્ધતા માટે પ્રાથમિકતાઓ નક્કી કરવી પડી. કંપનીએ કોવિડ -19 થી પ્રભાવિત કેટલાક કર્મચારીઓને વિવિધ ટીમો અને સ્થળો પર પાછા બોલાવ્યા અને તેમને મર્યાદિત તકો પૂરી પાડી.

Leave a Reply

Your email address will not be published.