GUJARAT

આઈએમબીએલ નજીક પોરબંદરની બોટ પર પાકિસ્તાની એજન્સીના કર્મચારીઓએ ફાયરિંગ કર્યું હતું,…

પાકિસ્તાન પોતાની કાળી કરતૂતોમાંથી બહાર આવી રહ્યું નથી. ભારતીય જળસીમામાં પાકિસ્તાનને કાળી કરતૂત કરી છે. ભારતીય જળસીમામાં પોરબંદરની બોટ પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. આ ઘટનામાં IMBL નજીક ફાયરિંગમાં 1 માછીમાર ઘાયલ થયો છે, જ્યારે અન્ય 3 ગોળીઓ પાણીમાં ચલાવી હતી. પાકિસ્તાને બોટ પર ફાયરિંગ કરતા હાલ માછીમારોમાં દહેશત ફલાયેલી છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, પાકિસ્તાન મેરી ટાઈમ સિક્યુરિટી એજન્સીની ભારતીય જળસીમામાં પોરબંદર નજીક નાપાક હરકત સામે આવી છે. આઈએમબીએલ નજીક પોરબંદરની બોટ પર પાકિસ્તાની એજન્સીના કર્મચારીઓએ ફાયરિંગ કર્યું હતું, જેમાં પોરબંદરના એક ખલાસીને ગોળી વાગી હોવાનું પણ સામે આવ્યું છે. ફાયરિંગ દરમિયાન બોટના ટંડેલ ધીરુભાઈ બામભણીયા ઇજાગ્રસ્ત થયા છે.

હાલ ફાયરિંગ થયેલ બોટ પોરબંદર આવી પહોંચી છે. આ ઘટનામાં પાકિસ્તાન દ્વારા 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 1 ગોળી ટંડેલના હાથમાં લાગી હતી, જ્યારે 3 ગોળીઓ પાણીમાં ચલાવી હતી. બોટ પર ફાયરિંગ થતા માછીમારોમાં ભયનો માહોલ બનેલો છે.

બુધવારે રાત્રિના સમયે ભારતીય સીમામાં માછીમારી કરી રહેલ પોરબંદરની બોટ પર પાકિસ્તાની એજન્સીના જવાનો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોરબંદરના માછીમારો માછીમારી કરી રહ્યા હતા તે સમય દરમ્યાન પાકિસ્તાન મરિન સિકયુરિટી એજન્સી ઘસી આવી હતી. પાકિસ્તાની કર્મચારીઓએ બોટ પર કરેલા ફાયરિંગમાં એક ખલાસી ઘાયલ થયો છે. બોટ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ મનીષભાઈ લોઢારી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.