Home International પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરૂવારના રોજ સેનાને લઇ આકરું વલણ દેખાડ્યું….

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરૂવારના રોજ સેનાને લઇ આકરું વલણ દેખાડ્યું….

9
0

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ગુરૂવારના રોજ સેનાને લઇ આકરું વલણ દેખાડ્યું. ઇમરાન ખાને ગુરૂવારના રોજ એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે જો સેના પ્રમુખે તેમની પાસે પ્રધાનમંત્રી પદથી હટવા માટે દબાણ કર્યું તો તેઓ તેમની પાસેથી રાજીનામું માંગી લેત. ઇમરાન ખાને આગળ કહ્યું કે જો કોઇ આર્મી ચીફ મને પૂછયા વગર કારગિલ પર હુમલો કરતા તો હું તેમને સમન્સ પાઠવત અને તેમનું તાત્કાલિક રાજીનામું લઇ લેત.
વાત એમ છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નરાઝ શરીફે એક નિવેદનમાં કહ્યું છે કે લેફ્ટિનેંટ જનરલ ઝહીર-ઉલ-ઇસ્લામે 2014ની સાલમાં તેમના પ્રધાનમંત્રી પદ પરથી હટવા માટે કહ્યું હતું. ઇમરાન ખાને ઇન્ટરવ્યુમાં કહ્યું કે આમ થવા પર હું સેના પ્રમુખનું રાજીનામું લઇ લેત. ઇમરાન ખાને કહ્યું કે હું લોકતાંત્રિક રીતે પસંદ કરાયેલો પ્રધાનમંત્રી છું, મને આવું કહેવાની હિંમત કોનામાં હોઇ શકે છે. ઇમરાન ખાને કહ્યું કે જ્યારે પૂર્વ સેના પ્રમુખ પરવેઝ મુશર્રફ શ્રીલંકાનો પ્રવાસ કરી રહ્યા હતા તો નવાઝ શરીફે પોતાને જ તેમણે હટાવાની કોશિષ કરી હતી.
પોતાની સરકારની સેનાની સાથે સંબંધો પર વાત કરતાં ઇમરાને કહ્યું કે પાકિસ્તાનમાં હંમેશાથી સરકાર અને સેનાની વચ્ચે કોઇને કોઇ સમસ્યા રહી છે. જો કે ઇમરાને પ્રશ્ન કર્યો કે જો અતીતમાં કોઇ સેના પ્રમુખે આવી ભૂલ કરી છે તો શું સંસ્થાને પણ હંમેશા ખરાબ માની લેવાશે. શું જસ્ટિસ મુનીરે ખોટો નિર્ણય લીધો તો શું હંમેશા માટે ન્યાયપાલિકાને જ દોષિત ગણાવી દેવાશે. ઇમરાને એમ પણ કહ્યું કે જો કોઇ રાજનેતા પૈસા ચોરી કરે છે અને વિદેશમાં જમા કરાવે છે તો તમામ રાજનેતાઓને ખરાબ કહેવા જોઇએ નહીં.
ઇમરાન ખાને કહ્યું કે વાત બસ એટલી છે કે ભૂતકાળ શીખવા માટે હોય છે. અમે એ શીખ્યા કે સેનાનું કામ દેશ ચલાવાની નથી. જો લોકતંત્ર દેશને નુકાસન પહોંચાડી રહ્યું છે તો તેનો મતલબ એ નથી કે તેને સૈન્ય શાસનમાં ફેરવી દેવમાં આવે.
પાકિસ્તાની પીએમે કહ્યું કે દેશની સેના છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી આગળ વધી ચૂકી છે. ઇમરાને દાવો કર્યો કે હાલના સમયમાં સરકાર અને સેનાનો સંબંધ ઇતિહાસના સૌથી સારા સમયમાં છે. તેનું કારણ એ છે કે પાકિસ્તાની સેના લોકતાંત્રિક સરકારના સમર્થનમાં સંપૂર્ણપણે ઉભી છે.
ઇન્ટરવ્યુ દરમ્યાન પીએમ ઇમરાન ખાને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની આલોચના કરી. તેમણે કહ્યું કે નવાઝ શરીફ કયારેય લોકતાંત્રિક હતો જ નહીં. નવાઝ શરીફને પહેલાં જનરલ જિલાનીએ આગળ વધાર્યા અને ત્યારબાદ જનરલ જિયા એ. ઇમરાને કહ્યું કે વૈશ્વિક સ્તરની પાકિસ્તાની એજન્સીઓએ હંમેશા નવાઝ પર અવિશ્વાસ વ્યકત કર્યો.
ઇમરાને કહ્યું કે નવાઝ શરીફની પાર્ટી પીએમએલ (એન)એ સિવિલિયન ઇન્સ્ટિટ્યુશન્સને નિયંત્રિત કરી. તેમણે સુપ્રીમ કોર્ટ પર પ્રહારો કર્યા. સેનાની સાથે તેમની મુશ્કેલી એ પણ હતી કે તેમના કાબૂમાં નહોતી. વિપક્ષી દળ સંસ્થાઓ પર એનઆરઓ લાવવા માટે દબાણ હતું. એનઆરઓનું ફુલ ફોર્મ National Reconciliation Ordinance છે. તેને પરવેઝ મુશર્રફ પોતાના સૈન્ય શાસન દરમ્યાન લાવ્યા હતા. તેના અંતર્ગત ભ્રષ્ટાચાર, મની લોન્ડ્રિંગ, આતંકવાદનો આરોપી રાજનેતાઓ અને અધિકારીઓને તપાસમાંથી મુકત કરી દેવાયા હતા.
ઇમરાન ખાને કહ્યું કે મારામાં અને જનરલ મુશર્રફમાં અંતર શું છે? જનરલ મુશર્રફે પોતાની સત્તા બચાવા માટે એનઆરઓ જ આપી દીઝો. જો આજની તારીખમાં કોઇ મને પૂછે કે શું હું ખુરશી છોડવા માંગું છું કે એનઆરઓ આપવા માટે તૈયાર છું તો હું કહીશ કે હું સત્તા થછોડવા માટે તૈયાર છું પરંતુ હું તેમને એનઆરઓ આપીશ નહીં. ઇમરાન ખાને કહ્યું કે જો તમે આવા ચોરોના દબાણમાં આવી જાઓ છો અને સમજૂતી કરી લો છો તો દેશ બર્બાદ થઇ જાય છે.
વિપક્ષી ઇમરાન ખાને કહ્યું કે તેઓ વિપક્ષી દળોની માંગ પર રાજીનામું આપશે નહીં કારણ કે 17 મિલિયન લોકોની તરફથી પસંદ કરાયા છે. મેં પાંચેય નેશનલ એસેમ્બલી સીટ પરથી ચૂંટણી જીતી છે એવામાં ચોરોની ડિમાન્ડ પર રાજીનામું શું કામ આપું. વિપક્ષી દળોએ ચેતવણી આપી છે કે તેઓ એસેમ્બલીમાં ઇમરાન સરકારને તોડવા માટે પોતાના સભ્યો દ્વારા રાજીનામું અપાવશે કારણ કે ઇમરાન ખાને આ ચેતવણીને ગંભીરતાથી લીધી નથી.
સમા ટીવી એન્કર મલિકે કહ્યું કે ઇમરાન ખાને કહ્યું કે જો વિપક્ષના સભ્ય રાજીનામું આપી દે છે તો તેમની સરકાર ખાલી સીટો પર ચૂંટણી કરાવશે. જો કે ઇમરાન ખાને કહ્યું કે વિપક્ષની પાસે શાંતિપૂર્ણ રીતે વિરોધ-પ્રદર્શન કરાવાનો અધિકાર છે પરંજુ જો તેઓ કાયદો તોડે છે તો તેઓ એક-એક કરીને બધાને જેલમાં મોકલી દેશે.

Previous articleજૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવ બે દર્દીએ હોસ્પિટલમાંથી છલાંગ લગાવીને મોતને વ્હાલું કરી લીધું છે,…
Next articleહાથરસ કાંડમાં પોલીસ અને પ્રશાસનની કાર્યપ્રણાલી પર ચારેકોર સવાલ ઉઠી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here