Home Gujarat રાજ્યમાં આગામી સમયમાં પાલિકા, મહાપાલિકા અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે,…

રાજ્યમાં આગામી સમયમાં પાલિકા, મહાપાલિકા અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે,…

88
0

કોરોના કાળ વચ્ચે પણ રાજ્યમાં આગામી સમયમાં ચૂંટણીઓની તૈયારીઓ બન્ને પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં આગામી સમયમાં પાલિકા, મહાપાલિકા અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીઓ આવનાર છે, ત્યારે આ ચૂંટણીઓને લઈને ગુજરાત કોંગ્રેસે અત્યારથી આગામી રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે.
કોંગ્રેસ આ વખતે શિક્ષિત ઉમેદવારો પર વધુ ભાર મૂકે તેવા વાવડ મળી રહ્યા છે. નપા-મનપાની ચૂંટણીમાં ઉમેદવારોને લઈને ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ સિવાય કોંગ્રેસે 60 વર્ષથી વધુ વયના લોકોને ટિકીટ નહીં આપવાનું પણ નક્કી કર્યું હોવાની માહિતી મળી રહી છે. પક્ષના કાર્યક્રમોમાં વારંવાર ગેરહાજર રહેનારને પણ કોંગ્રેસ ટિકીટ આપશે નહીં. યુવા અને નવા ચહેરાને ચૂંટણીના રણ મેદાનમાં ઉતારીને ભાજપ સામે આ વખતે મોટું કરવા જઈ રહી છે.
વર્ષના અંતે નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાતમાં વિધાનસભા-2022 પહેલાં સૌથી વ્યાપક સ્તરે પાલિકા-પંચાયતોની ચૂંટણીઓ યોજવાની તૈયારી રાજ્ય ચૂંટણી આયોગ કરી રહ્યું છે. ભારતના મુખ્ય ચૂંટણી પંચે કોરોનામાં ચૂંટણી માટે જાહેર કરેલી ગાઈડલાઈનની અસર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને થશે. તેના માટે નવો સ્ટાફ તૈયાર કરવો પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ પૈકી લીમડી, ગઢડા, અબડાસા, ડાંગ અને ધારી એમ પાંચ બેઠકો ઉપર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ નિયત થયેલી છ મહિનાની મુદ્દતની ગણતરીએ મોડામાં મોડા 15 સપ્ટેમ્બર પહેલા નવા જનપ્રતિનિધિ (ધારાસભ્ય)નું ચૂંટાવું અનિવાર્યુ છે. જો કે, કોરોનાને કારણે આ સમયાવધિમાં ચૂંટણી શક્ય નહોતી. આથી ગુજરાતમાં પહેલાથી ઘોંચમાં પડેલી પેટા ચૂંટણીઓ હવે બિહાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ સાથે ઓક્ટોબરમાં યોજાય તો નવાઈ નહી.
સચિવાલય સ્થિત મુખ્ય નિર્વાચન અધિકારી અને ય્છડ્ઢમાંથી મળતી વિગતો મુજબ કરજણ, કપરાડા અને મોરબીના ધારાસભ્યોએ જૂન મહિનાને આરંભે રાજીનામા આપ્યાં હતાં. આથી, આ ત્રણેય બેઠકો માટે મોડામાં મોડા નવેમ્બરના અંત સુધીમાં પેટા ચૂંટણી યોજવી પડે તેમ છે. હાલમાં ચોમાસું છે, રાજ્યમાં ડાંગ અને કપરાડા જેવા મતક્ષેત્રોમાં સૌથી વધુ વરસાદ પડે છે. માટે ઓકટોબર-નવેમ્બરમાં આઠેય વિધાનસભાની પેટા ચૂંટણીનું આયોજન થઈ શકે તેમ છે. ભારતના મુખ્ય ચૂંટણી પંચે જાહેર કરેલી નવી ગાઈડલાઈનમાં એક બુથમાં 1000થી વધુ મતદારો ન હોવા જોઈએ તેવી સૂચના આપી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here