Home Crime ભરૂચ જીલ્લામાંથી તડીપાર થયેલ મહિલાને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

ભરૂચ જીલ્લામાંથી તડીપાર થયેલ મહિલાને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

2
0

પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના સંધાને પેરોલ ફર્લો જમ્પ આરોપી તથા નાસતા ફરતા આરોપીઓ તથા તડીપાર ઇસમો પકડવા અંગે પો.સ.ઇ.શ્રી બી.ડી. વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો દહેજ મરીન પો.સ્ટે . વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે તડીપાર કેસ નં . ૦૩ / ૨૦૨૧ / વશી / ૧૧૪૭ થી ૧૧૫૩ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરી ભરૂચ તા .૦૩ / ૦૨ / ૨૦૨૧ ના હુકમ આધારે ભુરીબેન wd / o જયંતિભાઇ પરસોત્તમભાઇ રાઠોડ રહે . અંભેટા , નવીનગરી તા.વાગરા જી.ભરૂચ નાનીને ભરૂચ જીલ્લાની હદબહાર તડીપાર કરેલ હતી જેને છ મહિના સુધી ભરૂચ જીલ્લામાં પ્રવેશ કરવો નહિ તેવો મહે . સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ભરૂચ નાઓનો હુકમ હોવા છતા ભરૂચ જીલ્લામાં પ્રવેશ કરતા તેને આજે તા .૧૪ / ૦૪ / ૨૦૧૧ નારોજ અંભેટા ગામ ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે . તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ દહેજ મરીન પો.સ્ટે . સુપ્રત કરવામાં આવેલ છે .
ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. ઇન્દ્રવદનભાઈ કનુભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા વુ.પો.કો. નીતાબેન રમણસિંહ તથા ડ્રા.પો.કો. રાકેશભાઇ રામજીભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે .
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleરાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ પરત લાવવા સાંસદ મનસુખ વસાવા એ ના.મુખ્ય મંત્રીને લખ્યો પત્ર
Next articleઓલપાડ તાલુકાના ભાંડુત ગામના વતની ધર્મેશ પટેલે 1 વર્ષમાં 5555 km સાયકલિંગ પૂર્ણ કરી રેકોર્ડ સર્જ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here