Home Rajpipla રાજપીપળા એસટી ડેપોમાં વોટર કુલર હોવા છતાં ઉનાળા ની ગરમીમાં કુલર ચાલુ...

રાજપીપળા એસટી ડેપોમાં વોટર કુલર હોવા છતાં ઉનાળા ની ગરમીમાં કુલર ચાલુ ન કરતા મુસાફરોમાં રોષ

16
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા એસટી ડેપો એ જિલ્લાનું વડું ડેપો હોવા છતાં અહીંયા અનેક તકલીફો જોવા મળે છે જેમાં હાલમાં પડી રહેલી ગરમી માં પણ ડેપોની પાણી ની પરબ ઉપર કુલર હોવા છતાં બંધ રખાતા મુસાફરો અને સ્ટાફ ગરમ પાણી પીવા મજબૂર થયા છે.
જાણવા મળ્યા મુજબ વોટર કુલર ચાલુ હાલતમાં હોય અને હાલ ઉનાળા ની આકરી ગરમી પડવા છતાં તેને ચાલુ ન કરાતા કુલર પરબ માં પડ્યું પડ્યું બગડી જશે એના કરતાં તેનો ઉપયોગ કરી મુસાફરો ને ઠંડુ પાણી અપાઈ તેવી માંગ છે.નહિ તો આ તરફ ક્ષાર યુક્ત પાણી હોવાથી બંધ હાલત માં મૂકી રખાયેલું કુલર ક્ષાર ના કારણે ખરાબ થઈ જશે માટે લોકના ઉપયોગ માટે મુકાયેલા કુલર દ્વારા ઠંડુ પાણી મળે એ જરૂરી છે.નહિ તો ત્યાં આવતા જતા મુસાફરોને ઠંડા પાણી ની બોટલો ખરીદવી પડે છે.


Previous articleરાજપરા ગામમાં માસ્ક વગર ભેગા થયેલા 6 ઈસમો વિરુદ્ધ આમલેથા પોલીસે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો
Next articleરાજપીપળા દરબાર રોડ પર આવેલી ઐતિહાસિક જૂની વાવ પર લોકોએ મકાન નો કાટમાળ નાંખતા ઓહાપોહ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here