(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા નો કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માનસિક રીતે નબળા ન પડે એ માટે રાજપીપળા જનરલ હોસ્પિટલ ના સોસીયલ વર્કર દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ માનસિક આરોગ્ય વિભાગ, જનરલ હોસ્પિટલ રાજપીપળા ના સોહિલકુમાર કોઠારી (સોસિયલ વર્કર) (NMHP) દ્વારા કોવિડ હોસ્પિટલમાં દાખલ કોરોના ના દર્દીઓ માનસિક રીતે નબળા ન પડે તે માટે કાઉન્સિલીગ કરવામાં આવ્યુ હતું,સાથે સાથે તેમને હળવી કસરત કરાવી તેમની માનસિક સ્થિતિ નબળી ન પડે તેવા આશય થી એક સરસ પ્રયાસ કરવામાં આવ્યો હતો.