Home Gujarat પીજ ચોકડી નજીક બે કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા પાંચના મોત

પીજ ચોકડી નજીક બે કાર વચ્ચે ગોજારો અકસ્માત સર્જાતા પાંચના મોત

37
0

ખેડા જીલ્લાના નડિયાદ નજીક નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર પીજ ચોકડી પાસે ગત રાત્રીના ૯ વાગ્યાના સુમારે આણંદની હોટલમાં જમી અમદાવાદ પરત ફરી રહેલા પરિવારની કારને અકસ્માત નડતા કારમાં સવાર પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

 
જ્યારે પાંચ જણાને ઈજાઓ પહોંચી હતી. જે બનાવ અંગે વસો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરમાં દાણાપીઠ ગોળ લીમડો વિસ્તારમાં રહેતા વસીમભાઈ સુલેમાનભાઈ શેખના પત્ની સીમાબાનુ પોતાની બંને દિકરીઓને લઈ પોતાના પિયર કાલુપુર ગયા હતા અને જ્યાંથી સાંજના સાડા ચાર વાગ્યાના સુમારે વસીમભાઈનો સાળો સહજ યાકુબભાઈ શેખ પોતાની પત્ની સમીરાબાનુ, સાસુ કૌશરબાનુ, સસરા યાકુબભાઈ, સહજની દિકરી ઈનાયા તેમજ સહજના ભાઈ ઈમરાન શેખની દિકરી નીદાબાનુ તેમજ વસીમભાઈના પત્ની સીમાબાનુ તેમજ તેમની બે દિકરીઓ જીયાબાનુ અને તનાજબાનુને લઈને આણંદની હોટલમાં જમવા ગયા હતા અને જમીને સાંજના ૮-૩૦ વાગ્યાના સુમારે કાર લઈને આણંદથી અમદાવાદ પરત આવી રહ્યા હતા.


ત્યારે ૯ વાગ્યાના સુમારે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર પીજ ચોકડી નજીક સહજભાઈની કારને અન્ય કાર સાથે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને લઈને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક લોકો તેમજ નડિયાદ ફાયર બ્રીગેડના જવાનોએ કારના પતરા ચીરીને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
 


જ્યારે સામેની કારના ચાલક સહિત પાંચ જણા ઘાયલ થયા હતા. જેઓને ત્વરીત સારવાર માટે ૧૦૮ ની એમ્બ્યુલન્સ વાનમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે પોલીસે અમદાવાદ ખાતે રહેતા મૃતકોના પરિવારજનોને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બનાવ અંગે વસો પોલીસે વસીમભાઈ સુલેમાનભાઈ ઈદુભાઈ શેખ રહે. રાણાપીઠ નવોવાસ મ્યુન્સીપલ પોસ્ટ ઓફિસ સામે ગોળ લીમડો અમદાવાદની ફરિયાદના આધારે સામેની કારના ચાલક પ્રમુખભાઈ ચંદુભાઈ પટેલ રહે. પીપાન તા. સાણંદ જી. અમદાવાદ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Previous articleજમ્મુ-કાશ્મીરના બારામુલામાં CRPF ટીમ પર આતંકી હુમલો, 3 જવાન શહીદ
Next articleઆજે ડાકોર નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ કોરોના વોરિયર્સ ને સન્માન પત્ર આપવામાં આવ્યા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here