Home South-Gujarat નેત્રંગ સ્મશાન ગૃહમા ફીટકરેલ બે સગળીઓ પ્લેટો કથેળા તસ્કરો ચોરી જતા મુતદેહોને...

નેત્રંગ સ્મશાન ગૃહમા ફીટકરેલ બે સગળીઓ પ્લેટો કથેળા તસ્કરો ચોરી જતા મુતદેહોને બાળવા માટે લોકો ને ભારે મુસીબતો વેઠવી પડી રહી છે

55
0

નેત્રંગ સ્મશાન ગૃહમા ફીટકરેલ બે સગળીઓ પ્લેટો કથેળા તસ્કરો ચોરી જતા મુતદેહોને બાળવા માટે લોકો ને ભારે મુસીબતો વેઠવી પડી રહી છે.

કોરોના મહામારી મારી વધતાં નેત્રંગ મા વધતા જતા મોતને લઇને સ્મશાન ગુહમા ફીટકરેલ બે સગળીઓ ની પ્લેટો, કથેળા તસ્કરો ચોરી જતા લાશો સળગાવવા ભારે મુસીબત લોકોને વેઠવી પડી રહી છે ત્યારે નેત્રંગ પંચાયત ના મહિલા સરપંચે વનવિભાગ પાસે સગળીઓ ની માગ કરી.
નેત્રંગ-વાલીયા તાલુકા ના ૧૫ થી ૨૦ ગામોની સગળીઓ માટે ની માંગની અરજીઓ ભરૂચ ડીવીઝન મા પેંડીગ પડી છે.
ભાજપ સરકાર ના રાજ મા ઓકસીજન ની રામાયણ તો ચાલુ જ છે ત્યા હવે સ્મશાન માટે સગળીઓ માટે ની પણ રામાયણ
નેત્રંગ ટાઉન મા સ્મશાન ગુહમા ફીટકરવામા આવેલ બે સગળીઓ ની પ્લેટો, કથેળા તસ્કરો ચોરી જતા મુતદેહોને બાળવા માટે લોકો ને ભારે મુસીબતો વેઠવી પડી રહી છે ત્યારે પંચાયત ના મહિલા સરપંચ દ્રારા વનવિભાગ પાસે તાત્કાલિક સગળીઓ આપવા માટે લેખિતમાં રાવ નાખી છે.
તો બીજી તરફ કોરોના મહામારી મા શહેરી વિસ્તારોમાં તાત્કાલીક સ્મશાન ગુહો મા વધારા ની સગળીઓ રાત્રો રાત્ર લગાવવામાં આવી રહી છે. તેવા સંજોગોમાં નેત્રંગ વાલીયા તાલુકા ના ૧૫ થી ૨૦ ગામો દ્રારા છેલ્લા કેટલાક વખત થી વનવિભાગ મા સગળીઓ માટે લેખિતમાં રાવ નાખી છે.તેવી અરજીઓ પેન્ડીંગ મા ડીવીઝન ઓફીસો મા પડી રહી છે.
હાલમાં કોરોના મહામારી વાયરસે પોતાના નો વિકરાળ પંજો ફેલાવી રહયો છે. ત્યારે દેશ દુનિયા ના લોકોને પોતાની ઝપટ મા લઇ શિકાર બનાવી રહ્યો છે. જે પછાત ગ્રામ્ય વિસ્તાર મા બેફામ બની પ્રવેશ કરતા નેત્રંગ ટાઉન સહિત પંથક મા હાહાકાર મચાવી દીધો છે.કોરોના ના કારણે દિવસે દિવસે મૃત્યુ આક પણ નેત્રંગ ટાઉન સહિત પંથક ભરમાં છેલ્લા કેટલાક દિવસથી વધી રહ્યો છે.
ત્યારે નેત્રંગ ટાઉન ના સ્મશાન ગુહમા ફીટકરવામા આવેલ બે સગળીઓ ની પ્લેટો કથેળા તસ્કરો ચોરી જતા મુતદેહોને બાળવા માટે લોકો ને ભારે મુસીબતો વેઠવી પડી રહી છે. જેની ફરીયાદ પંચાયત ના મહિલા સરપંચ સીમાબેન વસાવા ને તેમજ તલાટી કમ મંત્રી વાજાભાઈ ને કરવામાં આવતા તેઓ દ્રારા તાત્કાલિક વનવિભાગ ની વાલીયા ખાતે આવેલ સામાજિક વનિકરણ વિભાગ ની કચેરી મા લેખિતમાં રાવ નાખી તાત્કાલીક સ્મશાન માટે સગળીઓ આપવાની માંગ કરી છે.
નેત્રંગ ટાઉન સહિત નેત્રંગ,વાલીયા તાલુકા ની ૧૫ થી ૨૦ ગામોએ સ્મશાન ની સગળીઓ માટે માંગ કરી છે. ત્યારે વહીવટી તંત્ર તેમજ જીલ્લા સાંસદ દ્રારા આ બાબતને દયાન પર લઇને તાત્કાલીક સ્મશાનો માટે સગળીઓ પહોચાડવામાં આવે તેવી આમ જનતા ની માંગ છે.

દિવ્યાંગ મિસ્ત્રી, નેત્રંગ.


Previous articleદાહોદના કલેક્ટર શ્રી વિજય ખરાડીએ કોરોના વોર્ડમાં જઇ દર્દીઓના ક્ષેમકુશળ પૂછ્યા
Next article૨૪મી એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here