Home Kheda (Anand) રસીકરણ મહાઝુંબેશમાં ખેડા જિલ્લાના ગ્રામ કક્ષાથી લઇ શહેર સુધીના જન જન જોડાયા:સંભવિત...

રસીકરણ મહાઝુંબેશમાં ખેડા જિલ્લાના ગ્રામ કક્ષાથી લઇ શહેર સુધીના જન જન જોડાયા:સંભવિત આપદાઓ સામે લડવા રસીકરકણ જરૂરી

19
0

સમગ્ર રાજ્યમાં રસીકરકણ મહાઝુંબેશ અભિયાન યોજાયું હતુ. જેમાં ખેડા જિલ્લાના તમામ ગામો અને શહેરી
વિસ્તારના ૫૦૦ થી વધુ સેન્ટરો પરથી રસીકરણ કરવામા આવ્યું હતુ.
જિલ્લામાં રસીકરણથી શક્યતાઓને ગંભીરતાપુર્વક લઇ સૌને કોરોના સામેના અમોધ શસ્ત્ર એવા વેક્સિનેશન કાર્યક્રમમાં સહયોગ
આપવા જિલ્લા વહિવટીતંત્ર અને જિલ્લા કલેક્ટરશ્રીએ સંભવિત આપદાઓને પહોંચી વળવા ફરીવાર સમીક્ષા કરી રૂબરૂ સેન્ટરો પર
મુલાકાત લીધી અને અપીલ કરી છે. વડાપ્રધાનશ્રીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં ૧૦૦ ટકા વેક્સનેશન પુર્ણ કર્યું
હોય તેવા ગામોમના સરપંચોના સન્માન કરવામાં આવ્યા હતા. બાકી રહેતા તમામ ગામો તથા શહેરી વિસ્તારમાં પણ ૧૮ વર્ષથી
ઉપરની ઉંમરના તમામ લોકોને રસીકરણથી આવરી લેવાયા છે. આ તબક્કે ખેડા જિલ્લામા પણ જિલ્લા વહિવટીતંત્રએ અનેકવિધ
પ્રયાસો હાથ ધર્યા છે. સમગ્ર ગુજરાત વેક્સિનેશનમાં અવ્વલ છે. ત્યારે ૧૮ વર્ષથી ઉપરના ૧૬, ૧૪૦૦૦ લોકોએ વેક્સિનેશન
કરાવ્યું છે. જેમાં ૧૨, ૬૮૦૦૦ લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે. ૪,૩૧૦૦૦ લોકોએ બીજો ડોઝ લઇ લીધો છે. આમ મળીને
કુલ ૮૦ ટકા વેક્સિનેશન કરાયું છે. આજના મહા વેક્સિનેશનના દિવસે આરોગ્ય કર્મી અને આંગણવાડીઓની બહેનો અલગ અલગ
જગ્યાએ વેક્સિનેશનનું મહાઅભિયાન આદર્યું છે. ૪૫ થી વધુ ઉંમરના લોકનું ૯૬ ટકા જેટલું જિલ્લામાં વેક્સિનેશન થયું છે.

Previous articleનડીયાદમાં ગરીબોની બેલી સરકાર થીમ હેઠળ કાર્યક્રમ યોજાયો
Next articleવડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિતે રામજી મંદિર બોરિયા ખાતે સમૂહ આરતી નું આયોજન કરાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here