Home South-Gujarat રેશનની કુપન માટે ડાંગનાં અંતરિયાળ ગામનાં લોકોને 5 થી 10 દિવસ સુધી...

રેશનની કુપન માટે ડાંગનાં અંતરિયાળ ગામનાં લોકોને 5 થી 10 દિવસ સુધી રાહ જોવી પડે છે…

46
0

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં બરડીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં નેટવર્ક એક મહા સમસ્યા બની ગઈ છે.નેટવર્ક ના હોવાનાં કારણે આ ગ્રામ પંચાયતમાં ડિજીટલ ઇન્ડિયાની વાતો પોકળ સાબિત થઈ રહી છે.અહીં રેશનકાર્ડ ધારકો અનાજ માટેની કુપન કાઢવા માટે 5 થી 10 દિવસ સુધી રાહ જોવી પડી રહી છે.જેથી ગ્રામજનો સ્થાનિક નેટવર્ક સમસ્યાની હલ કરવાની માંગ કરી રહ્યા છે…
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં બરડીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતમાં રેશનકાર્ડ ધારકોને 5 થી વધારે દિવસનો સમય લાગી જાય છે. દર મહિને એક કુપન કાઢવા 5 થી 10 દિવસના ધક્કા ખાવા પડે છે. તેમ છતાંય રેશનની કુપન મળતી નથી.બરડીપાડા ગ્રુપ ગ્રામ પંચાયતનાં ખોખરી,સાજુપાડા, બરડીપાડા,બંધપાડા અને ધૂળદા ગામમાં નેટવર્ક મહા સમસ્યા બની છે.આ વિસ્તારમાં ડિજીટલ ઇન્ડિયા,ઓનલાઈન શિક્ષણ, ઇમરજન્સી સેવાઓ વગેરે વર્ષોથી ઠપ્પ છે.આ ગામોમાં નેટવર્ક સમસ્યા હલ કરવા અંગે જાગૃત આદિવાસી જન એકતા સંગઠનનાં પ્રમુખ ગિરીશભાઈ ગીરજલી દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત કેબિનેટ મંત્રી ગણપત વસવાને પણ રજુઆત કરવામાં આવી હતી.નેટવર્ક સમસ્યા હલ ના થાય તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.તેવામાં નેતાઓ દ્વારા અગાઉ પણ લોકોની વચ્ચે મધ્યસ્થી કરી નેટવર્ક ઊભા કરવાનું વચન આપ્યુ હતુ.જે બાદ પણ અહીં નેટવર્ક સમસ્યા હલ ન થતા રેશનકાર્ડ ધારકોને એક કુપન માટે 5 થી 10 દિવસનો સમય લાગી રહ્યો છે.આ અંગે જાગૃત આદિવાસી જન એકતા સંગઠન નાં પ્રમુખ ગીરીશભાઈ ગિરજલી એ જણાવ્યુ હતુ કે નેટવર્કનાં અભાવે રેશનકાર્ડ ધારક લોકો પોતાનું કામ છોડીને ફક્ત રેશનકાર્ડની કુપન મેળવવા 5 થી 10 દિવસનો સમય વેઠફી નાંખે છે.તેમ છતાંય કુપન મળતી નથી.જેથી ડાંગ વહીવટી તંત્ર આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ ગયું છે. મુખ્યમંત્રી દ્વારા પણ ટાવર માટેની જાહેરાત કરવામાં આવી હતી.જે બાદ અહીં ટાવર માટે સર્વે કરવામાં આવ્યો છે.પરંતુ આજદિન સુધી નેટવર્ક ટાવર ઉભો કરવામાં આવ્યો નથી.જેથી ફક્ત રેશન કુપન માટે લોકોને ધંધા રોજગાર છોડીને 5 થી વધુ દિવસ નો સમય વેડફાઈ રહ્યો છે.આ અંગે સરકાર ધ્યાન આપી તાત્કાલિક ધોરણે લોકોની સમસ્યા હલ થાય તે માટે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે…
(શેખર ખેરનાર ડાંગ )


Previous articleડાંગ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત:-આજરોજ વધુ 06 પોઝીટીવ કેસ નોંધાવાની સાથે કુલ આંકડો 334 પર પોહચ્યો છે
Next articleપૃથ્વી દિવસ પર, આપણે ગ્રહની સંભાળ કરી આધ્યાત્મિક વિકાસ કરીએ – સંત રાજીન્દર સિંહજી મહારાજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here