Home India દેશભરમાં વીજ કંપનીઓની મોનોપોલી દૂર કરવા માટે લોકો પાસે હવે ઘણા વિકલ્પો...

દેશભરમાં વીજ કંપનીઓની મોનોપોલી દૂર કરવા માટે લોકો પાસે હવે ઘણા વિકલ્પો હશે.

90
0

દેશભરના વીજ ગ્રાહકોને વધુ વ્યાપક અધિકારીઓ આપવા માટે સરકાર દ્વારા ધ ઈલેક્ટ્રિસિટી (રાઈટ્સ ઓફ કન્ઝયૂમર્સ) રુલ્સ ૨૦૨૦ને નોટિફાય કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોકોને ૨૪ કલાક વીજળી પૂરવઠો મળી રહે તે માટે વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. તેમાં એવું પણ જણાવાયું છે કે, મેટ્રો સિટીમાં સાત દિવસમાં વીજ જોડાણ આપી દેવું પડશે.
તે ઉપરાંત લોકોને ૨૪ કલાક વીજ પૂરવઠો મળી રહે તે પણ ધ્યાન રાખવું પડશે. પાવર તથા ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જિ મિનિસ્ટર આર.કે. સિંહે જણાવ્યું હતું કે, દેશભરમાં વીજ કંપનીઓની મોનોપોલી દૂર કરવા માટે લોકો પાસે હવે ઘણા વિકલ્પો હશે. આ માટે લોકોને વધુ સક્ષમ કાયદાનું પીઠબળ પૂરું પાડવાની જરૂર હતી. ગ્રાહકોને આ વિશેષ નવા કાયદા મળતા કંપનીઓની મોનોપોલી અટકશે. ઉલ્લેખનીય છે કે, વીજ મંત્રાલય દ્વારા સપ્ટેમ્બરમાં જ આ નિયમો અંગે વિવિધ સુચનો મગાવાયા હતા અને તેને આધારે અંતિમ નિયમો તૈયાર કરાયા છે.
વીજળી આપૂર્તિ માટે આ હશે નવા નિયમો
લોકોને ૨૪ કલાક વીજ પૂરવઠો મળી રહેવો જોઈએ.
નિશ્ચિત સમયમર્યાદા કરતા વધુ સમય વીજ પૂરવઠો ખોરવાશે તો કંપનીએ ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે.
ખેતી અને અન્ય વ્યવસાયમાં વીજ પૂરવઠો ઓછો આપવામાં આવશે.
વીજ કનેક્શન માટે ઓનલાઈન અરજી કરવાનો વિકલ્પ આપવો પડશે.
મેટ્રો શહેરોમાં સાત દિવસમાં, નગર પાલિકા વિસ્તારમાં ૧૫ દિવસ અને ગામડામાં ૩૦ દિવસમાં નવું વીજ જોડાણ આપી દેવું પડશે.
લોકોને ઓનલાઈન અને ઓફલાઈન વીજ બિલ ભરવાની વ્યવસ્થા આપવી પડશે.
વારંવાર વીજ પૂરવઠો ખોરવાતો હશે તેવી વીજ સપ્લાય કંપનીઓને દંડ પણ કરવામાં આવશે


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here