Home Kheda (Anand) પેટલાદમાં ચાલુ સીઝનમાં દોઢ માસમાં માત્ર 32 ટકા વરસાદ નોંધાયો

પેટલાદમાં ચાલુ સીઝનમાં દોઢ માસમાં માત્ર 32 ટકા વરસાદ નોંધાયો

2
0

પેટલાદમાં ચાલુ સીઝનમાં દોઢ માસમાં માત્ર 32 ટકા વરસાદ નોંધાયો હતો. જયારે સોમવારે વહેલી સવારથી બપોરના 2 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.તેમજ બપોરે 2 થી સાંજના 8 વાગ્યા સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે દિવસ દરમિયાન 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ એક દિવસમાં મૌસમનો 12 ટકા વરસાદ નોંધાતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો.
પેટલાદ તાલુકામાં દોઢ માસથી છુટોછવાયો વરસાદ પડતો હતો. ખેતીલાયક વરસાદ ન થતાં ડાંગર સહિતની રોપણીનું કામ ખોંરભે પડયું હતું. સોમવારે 5 ઇંચ વરસાદ થતાં ઠેર ઠેર ખેતરો પાણી ભરાયા હતા. જેના કારણે ખેડૂતોએ ડાંગર સહિતના પાકની રોપણી કામ મંગળવાર સવારથી શરૂ કરશે. જયારે સતત વરસાદના પગલે વાતાવરણમાં ઠંક વ્યાપી ગઇ હતી. તેમજ પેટલાદ શહેરમાં નીંચાણવાળા વિસ્તારો પાણી ભરાઇ ગયા હતા. જેથી લોકોને પારંવાર મુશ્કેલીઓ સામનો કરવો પડયો હતો.જયારે બોરસદ શહેર સહિત તાલુકામાં પણ સોમવારે ચાર ઇંચ વરસાદ થયો છે. બંને તાલુકામાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે. તારાપુર પંથકમાં મોડીસાંજ ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા.ખેતરો પાણી તરબોડ થતાં ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો. બાકી રહેલા ખેતરોમાં ખેડૂતોએ ડાંગર રોપણીનું કામ શરૂ કર્યુ હતું. હાલ સક્રિય થયેલી લો પ્રેશર સીસ્ટમના પગલે આગામી 24 કલાક દરમિયાન ખંભાત અને તારાપુર પંથકમાં હળવા થી ભારે વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.સારો વરસાદ થતાં સોજીત્રા પંથકમાં બાજરી અને ડાંગર પાકને જીવતદાન મળી ગયું છે.

Previous articleસોજીત્રાના પીપળાવ નજીક આંગડિયા પેઢીની ગાડી અટકાવી 59 લાખની લૂંટ
Next articleUSA માં સત્તર ગામ પાટીદર સમાજ ની સમર પીકનીક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here