Home Business સતત વીસમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં કિંમત

સતત વીસમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં કિંમત

19
0

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વીસમાં દિવસે ભાવ વધારો નોંધાયો છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં નજીવી તેજી નોંધાઇ હતી. આજે સતત વીસમા દિવસે ડીઝલના ભાવમાં વધારો થયો. પેટ્રોલ 21 પૈસા પ્રતિલીટર અને ડીઝલ 17 પૈસા પ્રતિલીટર મોંઘુ થયું છે.. 20 દિવસમાં પેટ્રોલ રૂ.8.87 મોંઘુ થયું છે. તો 20 દિવસમાં ડીઝલ રૂ.10.79 મોંઘુ થયું છે.


ગુજરાતના મહાનગરોના પેટ્રોલ-ડીઝલના ભાવ પર નજર કરીએ તો અમદાવાદમાં પેટ્રોલ રૂ.77.68 અને ડીઝલ રૂ. 77.58, સુરતમાં પેટ્રોલ રૂ.77. 52 અને ડિઝલ રૂ. 77.44, રાજકોટમાં પેટ્રોલ રૂ.77.42 અને ડીઝલ રૂ.77.33, જામનગરમાં પેટ્રોલ રૂ.77.57 અને ડીઝલ રૂ. 77.41 વડોદરામાં પેટ્રોલ રૂ.77.28 અને ડીઝલ રૂ.77.18, જૂનાગઢમાં પેટ્રોલ રૂ.78.34 અને ડીઝલ રૂપિયા 78.25, ભાવનગરમાં પેટ્રોલ રૂપિયા 78.91 અને ડીઝલ રૂપિયા 78.80 છે.


20 દિવસમાં 10.79 રૂપિયા ડીઝલ મોંઘું થયું

આંતરરાષ્ટ્રીય બજારમાં આમ તો છેલ્લાં 20 દિવસથી સતત ક્રૂડ ઓઇલના ભાવમાં નરમાઇનું વલણ જોવા મળ્યું છે પરંતુ સ્થાનિક બજારમાં તેની કિંમત સતત વધી રહી છે. અત્યારે ઇન્ડિયન બાસ્કેટ ક્રૂડ તેલના ભાવ 42 ડોલર પ્રતિ બેરલની આસપાસ ચાલી રહ્યો છે. પરંતુ પેટ્રોલ-ડીઝલના ભાવમાં એ હિસાબથી ઘટાડો આવ્યો નથી. તેના લીધે 20 દિવસમાં ડીઝલના ભાવમાં 10.79 રૂપિયા પ્રતિલીટર વધારો થયો છે. આવી જ રીતે પેટ્રોલના ભાવમાં પણ 8.87 રૂપિયાનો વધારો થયો છે.

Previous articleરેલવે મુસાફરો માટે મોટા સમાચાર, આ તારીખ સુધીનું બુકિંગ રદ્દ, માત્ર સ્પેશ્યલ ટ્રેન જ દોડશે
Next articleઅ’વાદ: દિલ્હી દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગ, ‘નીતુ દે, સોનિયા દેએ પૈસાની લેતીદેતીમાં ફાયરિંગ કર્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here