Home Gujarat સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા વૃક્ષારોપણ કરાયું

સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા વૃક્ષારોપણ કરાયું

33
0

સાવન કૃપાલ રૂહાની મિશન ની વડોદરા શાખા તરફથી વડોદરા, અમદાવાદ સુરત, ગોધરા , ભાવનગર અને કચ્છ જિલ્લામાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. જેમાં લગભગ 100 થી વધારે છોડવાના અલગ-અલગ જેવા કે ગુલાબ, એલોવેરા, મોગરા અને પીપળા વગેરેનું વૃક્ષારોપણ કરાયું.
સાવન કૃપાલ રૂહાની મિશન ની વિવિધ શાખાઓ દ્વારા સમય-સમય પર વૃક્ષારોપણના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય વાતાવરણને પ્રદૂષણ થી મુક્ત કરવું તથા આપણા બધાને સ્વચ્છ વાતાવરણ પ્રદાન કરવાનો છે. જ્યાં આપણે સરળતાથી શ્વાસ લઈ શકીએ.


આજે આપણે આપણી ચારે બાજુ નજર કરીએ તો આપણે મેળવીશું કે આપણું વાતાવરણ ખૂબ જ વધારે પ્રદૂષિત છે. એનું મુખ્ય કારણ છે વાહનો અને કારખાનાઓમાં થી નીકળતા ધુમાડા, પેટ્રોલ અને ડીઝલના નીકળતા રાસાયણિક ગેસો વગેરે. આ બધાએ આપણા વાતાવરણને એટલું પ્રદૂષિત કરી દીધું છે કે આપણા માટે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉપસ્થિત થઈ ગઈ છે, જેના કારણે આપણું સ્વાસ્થ્ય દિનપ્રતિદિન ખરાબ થતું જાય છે. કોઈ વ્યક્તિને સ્કિનની સમસ્યા છે તો કોઈની આંખોમાં બળતરા. કોઈનું પેટ ખરાબ છે તો કોઈને શ્વાસ લેવામાં તકલીફ, કોઈને ફેફસાની પરેશાની છે તો કોઈને લીવરની. આ બધી બિમારીઓથી જો આપણને કોઈ છુટકારો આપી શકે તેમ છે તો તે વૃક્ષ છે.
એટલે કહેવાય છે વૃક્ષ આપણા જીવનનો અનિવાર્ય ભાગ છે. વૃક્ષોના વગર આપણે આપણા જીવનની કલ્પના પણ કરી શકતા નથી. કારણકે વૃક્ષોથી આપણને સૌથી મોટો લાભ એ હોય છે કે તે આપણા શરીરમાંથી નીકળતા કાર્બન ડાયોક્સાઇડ ગેસ ને ગ્રહણ કરે છે અને તેના બદલામાં આપણને મફતમાં સ્વચ્છ ઓક્સિજન પ્રદાન કરે છે. જેના કારણે આપણે આસાનીથી શ્વાસ લઈ શકીએ છીએ. અને એટલે જ વૃક્ષો ને કાપવાની નિંદા કરાય છે અને અધિક સંખ્યામાં વૃક્ષો ઉછેરવા માટે ભાર અપાય છે. વૃક્ષો ના માત્ર આપણને સ્વચ્છ ઓક્સીજન આપે છે પરંતુ એ ગરમ વાતાવરણ ને ઠંડુ કરવામાં પણ આપણી મદદ કરે છે. વૃક્ષોથી મળતા ફાયદામાં માત્ર મનુષ્ય જ જોડાયેલા નથી પરંતુ આનાથી અન્ય જીવો જેવા કે પશુ-પક્ષી ઓને પણ જીવન મળે છે.
પરમ પૂજનીય સંત રાજીન્દર સિંહજી મહારાજની અપાર દયા મહેરથી સાવન કૃપાલ રૂહાની મિશન, દિલ્હી દ્વારા કોરોના સંકટના આ દુઃખદ સમયમાં મહામારી થી પ્રભાવિત ભાઈ બહેનોને પ્લાઝમા, ઓક્સિજન સિલિન્ડર, વેન્ટિલેટર બેડ અને એમ્બ્યુલન્સ વગેરે ઉપલબ્ધ કરાવીને પણ દરેક સંભવ મદદ કરાઈ.સાવન કૃપાલ રૂહાની મિશન દ્વારા સમય-સમય પર શિબિરની સાથે સાથે મફત મોતિયાબિંદ ઓપરેશન શિબિર અને સ્વાસ્થ્ય તપાસ શિબિરો ના પણ આયોજન કરવામાં આવે છે. તેના સિવાય પ્રાકૃતિક આપદા ઓ જેવીકે તમિલનાડુ માં આવેલી સુનામી, ઉત્તરાખંડમાં આવેલી પ્રાકૃતિક આપદા, જમ્મુ કાશ્મીરમાં આવેલ ભયાનક પુર અને નેપાલમાં આવેલ ભીષણ ભૂકંપ માં પણ મિશનના સેવા દ્વારા પીડિત લોકોને દૈનિક જીવન ના સંબંધિત આવશ્યક વસ્તુઓ ની સાથે સાથે ગરમ કપડા જેવાકે ચોરસા, સ્વેટર અને ફોમ ના ગાદલા તથા દવાઓનું પણ વિતરણ કરાયું.
સાવન કૃપાલ રૂહાની મિશન ના અધ્યક્ષ સંત રાજીન્દર સિંહજી મહારાજ આજે સંપૂર્ણ વિશ્વમાં ધ્યાન અભ્યાસ દ્વારા પ્રેમ, એકતા અને શાંતિનો સંદેશ પ્રસારિત કરે છે. જેના ફળરુપે એમને વિભિન્ન દેશો દ્વારા અનેક શાંતિ પુરસ્કારો અને સન્માનો ના સાથે સાથે પાંચ ડોક્ટરેટ ની ઉપાધિઓથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.


Previous articleરાજપીપળા શાકમાર્કેટમાં આંકડા લખનાર શખ્સને રૂપીયા 720/- સાથે પોલીસે ઝડપી પાડ્યો
Next articleઅલારસા મુકામે 150 થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here