કોરોનાની સારવાર માટે અગાઉ આઈસીએમઆર દ્વારા પ્લાઝમા થેરાપીને મંજૂરી આપવામાં આવી હતી. પણ હાલમાં જ ICMR દ્વારા એક સર્વેમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. પ્લાઝમા થેરાપી કોરોના વાયરસ સંક્રમણના ગંભીર દર્દીઓની સારવાર કરવા અને મૃત્યુદરને ઘટાડવામાં કોઈ ખાસ અસરકારક સાબિત થઈ રહી નથી.
કોવિડ 19 દર્દીઓ પર પ્લાઝમા થેરાપીનો પ્રભાવ જાણવા માટે 22 એપ્રિલથી 14 જુલાઈ સુધી 39 પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલોમાં PLACID સ્ટડી કરવામાં આવી હતી. પ્લાઝમા થેરાપીમાં કોવિડ 19થી સ્વસ્થ થયેલાં દર્દીઓના રક્તથી એન્ટીબોડીઝ લઈને તેને સંક્રમિત વ્યક્તિઓમાં ચઢાવવામાં આવે છે, જેથી તેમના શરીરમાં સંક્રમણથી લડવા માટે રોગપ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ શકે.
આઈસીએમઆરના સર્વેમાં કુલ 464 દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા. ICMRએ 27 જૂને જાહેર કરેલ કોવિડ 19 માટે ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલમાં આ થેરાપીને મંજૂરી આપવામાં આવી હતી. સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે પ્લાઝમા થેરાપી મૃત્યુદર ઘટાડવામાં અને કોવિડ 19ના ગંભીર દર્દીઓની સારવાર કરવામાં કોઈ ખાસ અસરકારક નથી.
Home India પ્લાઝમા થેરાપી કોરોના વાયરસ સંક્રમણના ગંભીર દર્દીઓની સારવાર કરવા અને મૃત્યુદરને ઘટાડવામાં...