Home Surat ડુંગરી ગામે ધન શેર ખેતરાડી રસ્તાનું કામ શરૂ કરતા ખેડૂતોમાં આનંદ..

ડુંગરી ગામે ધન શેર ખેતરાડી રસ્તાનું કામ શરૂ કરતા ખેડૂતોમાં આનંદ..

40
0

વર્ષો જૂની ખેડૂતોની સમસ્યાનો અંત આવશે.
માંગરોલ, દેગડીયા
–માંગરોળ તાલુકાના ડુંગરી ગામ ના ડુંગરડી ફળિયા થી ઝાખરડા દેગડીયા માર્ગને જોડતા ધન શેર ખેતરાડી રસ્તાના કામનો પ્રારંભ સુજલામ સુફલામ યોજના હેઠળ કરવામાં આવતા ગામનાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે
ડુંગરી ગામ ના ડેપ્યુટી સરપંચ રાજુભાઈ રતિલાલભાઈ ગામીત ના હસ્તે ધન શેર ખેતરાડી રસ્તાના કામનો પ્રારંભ કરાયો છે આ પ્રસંગે ગામના અગ્રણી આગેવાનો ગુમાનભાઈ ગામીત ઠાકોરભાઈ ગામીત કિરણભાઈ ગામીત હસમુખભાઈ ,જયંતીભાઈ વગેરે ગામના આગેવાનો ની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરી માર્ગનુ નિર્માણ કાર્ય નું કામ શરૂ કરવામાં આવ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી ધન શેર ખેતરાડી રસ્તા ની સમસ્યા ડુંગરી ગામના ખેડૂતોને સતાવતી હતી માંગરોળના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અફઝલખાન પઠાણ તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત વગેરે ના માર્ગદર્શન હેઠળ ડુંગરી ગ્રામ પંચાયત દ્વારા સુજલામ સુફલામ યોજના અંતર્ગત ડુંગરડી ફળિયા થી ઝાખરડા દેગડીયા મુખ્ય માર્ગ ને જોડતા ખેતરાડી રસ્તાના કામનું કામ શરૂ કરાયું છે જેથી ડુંગરી ગામ સહિત આસપાસના બીજા અન્ય ગામના ખેડૂતોને પણ ફાયદો થશે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત


Previous articleમાળીયા હાટીના માં આયસોલ્સન વોર્ડ તા.17/4/21 ના શનિવાર થી શરૂઆત
Next articleવકરી રહેલી કોરોના મહામારી ને કાબૂમાં લેવા વાંકલ ગામ ને તારીખ 18 થી 25 સુધી સ્વેચ્છિક લોક ડાઉન કરાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here