પ્રધાનમંત્રીએ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા તમામને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું; “ગુજરાત સરકારમાં મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનારા પાર્ટીના તમામ સાથીઓને અભિનંદન. આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે પોતાનું જીવન જાહેર સેવા માટે સમર્પિત કર્યું છે અને અમારી પાર્ટીના વિકાસના એજન્ડાને આગળ ધપાવ્યો છે. સૌને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ..!”
