Home India ચીનને PM મોદીની આકરી ચેતવણી – કોઈ વહેમમાં ના રહે, જવાનોનું બલિદાન...

ચીનને PM મોદીની આકરી ચેતવણી – કોઈ વહેમમાં ના રહે, જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય

17
0

કોરોનાને પહોંચી વળવાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 15 રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકની શરૂઆત ચીન સીમા પર થયેલા લોહિયાણ સંઘર્ષમાં ભારતીય જવાનોની શહાદતને સલામ કરીને કરવામાં આવી. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. તેમણે કહ્યું કે, આપણે આપણા જવાનો પર ગર્વ કરવો જોઇએ. તેઓ મારતા-મારતા મર્યા છે. બેઠકમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, બિહાર અને તેલંગાનાનાં મુખ્યમંત્રી સામેલ છે. જો કે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બેઠકમાં સામેલ થવાની ના કહી દીધી છે.
કોરોનાને રોકવાની રણનીતિ પર ચર્ચા
આજની બેઠક લાંબી ચાલશે તેવું માનવામાં આવી રહ્યું છે, કેમકે આ તમામ મોટા રાજ્યો છે અને આમાં સૌથી વધારે કોરોનાનાં કેસ સામે આવી ચુક્યા છે. કોરોના સંક્રમણને રોકવા માટે આગળની રણનીતિ અને તૈયારીઓ પર વાતચીત કરવામાં આવશે. ટેસ્ટિંગ અને ટ્રેસિંગ પર વાત કરવામાં આવશે. મુખ્યમંત્રી પોત-પોતાની વાત રાખશે. સૌથી પહેલા મહારાષ્ટ્રનાં સીએમ ઉદ્ધવ ઠાકરે બોલશે.
પંજાબ સરકારની રણનીતિની કરી પ્રશંસા
આ પહેલા મગંળવારનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં મુખ્યમંત્રીઓ અને ઉપ-રાજ્યપાલ સાથે વાત કરી હતી. પંજાબ સરકારની ‘માઇક્રો કન્ટેનમેન્ટ’ અને ‘હાઉસ ટૂ હાઉસ સર્વિલાન્સ’ રણનીતિની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારનાં તમામ રાજ્યોને આ મૉડલ અપનાવવા માટે કહ્યું. પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહે કોરોનાથી મુકાબલો કરવા માટે રાજ્યનાં મૉડલની ડિટેલની જાણકારી આપી હતી, જેના પર પીએમ મોદીએ સૂચન આપ્યું કે તમામ રાજ્યોએ પ્રભાવશાળી રીતે મહામારીનો મુકાબલો કરવા માટે આવી જ રણનીતિનું અનુસરણ કરવું જોઇએ.
બેઠક દરમિયાન કૉંગ્રેસ શાસિત પંજાબનાં મુખ્યમંત્રી અમરિંદર સિંહે વડાપ્રધાનને સલાહ આપી કે કેટલાક મુખ્યમંત્રીઓને સામેલ કરીને એક સમૂહ બનાવવો જોઇએ, જે અર્થવ્યવસ્થા પર કોરોનાનાં વિનાશકારી પ્રભાવથી પહોંચી વળવા માટે Integrated Center-State Response Strategy તૈયાર કરવા પર વિચાર કરે.


Previous articleભારતીય સેનાની 56 ઈંચની છાતી, 1-1 ભારતીય સામે હતા 5-5 ચીની સૈનિક છતાંયે ઉતાર્યા મોતને ઘાટ
Next articleભારત સામે દાદાગીરી કરવી ચીનને મોંઘી પડશે, જબરદસ્ત ઝાટકો આપવાની તૈયારીઓ શરૂ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here