Home India હિંસક અથડામણ બાદ LAC પર યુદ્ધનાં ભણકારા, PM મોદીએ બોલાવી સર્વદળીય બેઠક

હિંસક અથડામણ બાદ LAC પર યુદ્ધનાં ભણકારા, PM મોદીએ બોલાવી સર્વદળીય બેઠક

7
0

લદ્દાખમાં ભારત અને ચીનનાં સૈનિકો વચ્ચેની અથડામણ પર આખરે વડાપ્રધાન કાર્યાયલ તરફથી નિવેદન સામે આવી ગયું છે. આમાં જણાવવામાં આવ્યું છે કે 19 જૂનનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્વદળીય બેઠક કરશે, જેમાં અલગ-અલગ પાર્ટીઓનાં અધ્યક્ષોને બોલાવવામાં આવશે. મીટિંગમાં ભારત-ચીન બૉર્ડરની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે.

PMOનાં ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, આ બેઠક 19 જૂનનાં સાંજે 5 વાગ્યે થશે. આ સર્વદળીય બેઠક કોરોના વાયરસ મહામારીનાં કારણે વર્ચુઅલ થશે. ઉલ્લેખનીય છે કે ચીન સરહદ વિવાદમાં 20 ભારતીય જવાનો શહીદ થયા છે જેના કારણે આખો દેશ ગુસ્સામાં છે અને વિરોધ પક્ષ પ્રશ્નો ઉઠાવી રહ્યું છે. કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘ચીને આપણા દેશની જમીન છીનવી લીધી છે, વડાપ્રધાન તમે કેમ ચુપ છો? તમે ક્યાં છુપાઈ ગયા છો? તમે બહાર આવો, આખો દેશ, અમે બધા તમારી સાથે ઉભા છીએ.’
પ્રિયંકા-રાહુલનાં સરકાર પર પ્રહાર
આ પહેલા પણ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતુ. ચીનનાં મુદ્દા પર દેશને સત્ય જણાવવાની વાત કહી હતી. રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, ‘જમીન, આપણી એકતાને લલકારવામાં આવી છે, આપણા સૈનિક અને ઑફિસર શહીદ થયા છે, શું આપણે ફક્ત ચુપ રહીશું?” ઉલ્લેખનીય છે કે લદ્દાખ સીમા પર ભારત અને ચીનનાં સૈનિકોની વચ્ચે છેલ્લા એક મહિનાથી વધારે સમયથી તણાવ ચાલી રહ્યો છે.
અથડામણમાં ભારતનાં 20 જવાન શહીદ
આ તણાવ સોમવારનાં લોહીયાળ સંઘર્ષમાં બદલાયો. આ સંઘર્ષમાં ભારતનાં 20 જવાન શહીદ થયા છે, જ્યારે ચીનનાં 43 સૈનિકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે. આ હુમલા બાદ સારવાર કરાવી રહેલા ભારતીય સૈનિકો દ્વારા આપવામાં આવેલી સૂચના વિશે જાણકારી રાખતા એક વરિષ્ઠ અધિકારીનાં જણાવ્યા પ્રમાણે ચીની સૈનિકોએ કાંટાળા તાર લાગેલી લોખંડની પાઇપોથી હુમલો કર્યો. આ હુમલામાં 16 બિહાર રેજિમેન્ટનાં જવાનોની હત્યા કરવામાં આવી.
Previous articleઅર્થશાસ્ત્રીઓનો મત, પેટ્રોલ ડીઝલના ભાવોમાં કરેલો વધારો અન્યાયકારી
Next articleસુશાંતના નિધન બાદ સલમાન ખાન, કરણ જૌહર,એકતા કપૂર સહિત આઠ લોકો સામે નોધાઈ ફરીયાદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here