Home India પીએમ મોદીએ કહ્યું કે દુનિયાના ‘તમામ દેશોની સરકારોને આતંકવાદની વિરૂદ્ધ એકજૂથ થવાની...

પીએમ મોદીએ કહ્યું કે દુનિયાના ‘તમામ દેશોની સરકારોને આતંકવાદની વિરૂદ્ધ એકજૂથ થવાની ખૂબ જ જરૂર છે.’

35
0

‘રાષ્ટ્રીય એકતા દિવસ’ (Rashtriya Ekta Diwas) પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Naendra Modi) એ આતંકવાદનું સમર્થન કરનારા લોકોને આડે હાથ લીધા છે. પ્રધાનમંત્રીએ સીધી રીતે ફ્રાન્સ (Frnace)ની ઘટનાનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ કહ્યું કે જે રીતે કેટલાંક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલીને સામે આવી ગયા છે તે આજે વૈશ્વિક ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે દુનિયાના ‘તમામ દેશોની સરકારોને આતંકવાદની વિરૂદ્ધ એકજૂથ થવાની ખૂબ જ જરૂર છે.’ પીએમ મોદીએ કહ્યું કે ‘આતંકવાદ-હિંસાથી કયારેય કોઇનું કલ્યાણ થઇ શકયું નથી.’
સરહદો પર નજર અને દ્રષ્ટિકોણ બદલાયો’
પીએમ મોદી (PM Modi)એ દેશના પહેલાં ગૃહમંત્રી સરદાર વલ્લભભાઇ પટેલે (Sardar Vallabhbhai Patel) ને શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ પરેડમાં ભાગ લીધો. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે આત્મનિર્ભર દેશ જ પોતાની પ્રગતિની સાથો સાથ પોતાની સુરક્ષા માટે પણ આશ્વસ્ત રહી શકે છે. આથી આજે દેશ રક્ષાના ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનવાની તરફ આગળ વધી રહ્યા છે. એટલું જ નહીં સરહદો પર પણ ભારતની નજર અને દ્રષ્ટિકોણ હવે બદલાઇ ગયો છે. તેમણે કહ્યું કે આજે ભારતની ભૂમિ પર નજર કરનારાઓને જડબાતોડ જવાબ મળી રહ્યો છે. આજનું ભારત સરહદો પર સેંકડો કિલોમીટર લાંબા રસ્તાઓ બનાવી રહ્યું છે. ડઝનબંધ બ્રીજ, અનેક સુરંગો બની રહી છે.
આતંકવાદનું ખુલીને સમર્થન થવું ચિંતાની વાત’
પ્રધાનમંત્રીએ સીધી રીતે ફ્રાન્સનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ ઇશારામાં તેમણે આવી ઘટનાઓને યોગ્ય ગણાવતા આડે હાથ ચોક્કસ લીધા. તેમણે કહ્યું કે છેલ્લાં કેટલાંક સમયથી દુનિયાના અનેક દેશોમાં જે સ્થિતિ બની છે, જે રીતે કેટલાંક લોકો આતંકવાદના સમર્થનમાં ખુલીને સામે આવી ગયા છે. તે આજે વૈશ્વિક ચિંતાનો વિષય છે. આજના માહોલમાં દુનિયાના તમામ દેશોને, તમામ સરકારોને, તમામ પંથોને, આતંકવાદની વિરૂદ્ધ એકજૂથ થવાની ખૂબ જરૂર છે. શાંતિ-ભાઇચારા અને પરસ્પર આદરનો ભાવજ માનવતાની સાચી ઓળખ છે. આતંકવાદ-હિંસાથી કયારેય, કોઇનું કલ્યાણ થઇ શકે નહીં.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ પ્રદર્શનકારીઓના નિશાના પર
મલેશિયાના પૂર્વ વડાપ્રધાન મહાતિર મોહમ્મદ એ હિંસક ઘટનાઓના સમર્થનમાં લખ્યું હતું કે મુસ્લિમોને લાખો ફ્રાન્સીસોઓની હિંસાનો અધિકાર છે. ટ્વિટરે મહાતિરનું આ ટ્વીટ હટાવી દીધું હતું પરંતુ વૈશ્વિક સ્તર પર તેનાથી મળતી કેટલીય પ્રતિક્રિયાઓ સામે આવી. ફ્રાન્સ સહિત યુરોપના કેટલાંય દેશો, એટલે સુધી કે એશિયામાં પણ કેટલીય જગ્યાએ ફ્રાન્સીસ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની વિરૂદ્ધ પ્રદર્શન થઇ રહ્યું છે.
ભડકાવનારાઓથી સતર્ક રહો: પીએમ
મોદીએ દેશની સાંસ્કૃતિક વિવિધતાનો ઉલ્લેખ કરતાં જનતાને સાવધાન કરી કે ભડકાવનાર તાકાતોથી સતર્ક રહો. તેમણે કહ્યું કે આપણી વિવિધતા જ આપણું અસ્તિત્વ છે.


Previous articleઅખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલની આજે ૧૪૫મી જન્મજયંતી દેશ મનાવી રહ્યો છે.
Next articleસેનેટાઇજર તમારા ફોનની સ્ક્રીન અને હેડફોન જેક તેમજ સ્પીકરને ખરાબ કરી શકે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here