GUJARAT

પીએમ મોદી નો ડ્રીમ પ્રોજેક્ટ આવતીકાલે 24 ઓક્ટોબર 2020 ગિરનાર રોપ-વે નું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.

ગુજરાતીઓ સહિત સમગ્ર દેશમાં જેની આતુરતા પૂર્વક રાહ જોવાતી હતી તે ક્ષણ નજીક આવી ચૂકી છે. પીએમ મોદી (PM Modi) નો ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project)આવતીકાલે (24 ઓક્ટોબર 2020) ગિરનાર રોપ-વે (Girnar Ropeway)નું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન મોદીના હસ્તે ઇ- શુભારંભ (E-launch)કરાશે. આ પ્રસંગે ગિરનાર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) હાજર રહેશે. પ્રથમ ટ્રોલીમાં મુખ્યમંત્રી રૂપાણી બેસી અંબાજી (Ambaji)ના દર્શન કરશે. ટ્રોલીમાં પ્રવાસન મંત્રી જવાહર ચાવડા (Tourism Minister Jawahar Chawda)પણ બેસશે. ઊર્જામંત્રી સૌરભ પટેલ (Energy Minister Saurabh Patel)પણ અંબાજીની આરાધના કરશે. સાથે સાંસદ રાજેશ ચુડાસમા (MP Rajesh Chudasama)પણ હાજર રહેશે. આવતીકાલે ગિરનાર રોપ-વેનું ઈ શુભારંભ થવાનું હોવાથી રોપ-વેની ટ્રોલીઓને ફૂલહારથી શણગારવામાં આવી રહી છે.

તમને જણાવીએ કે ગુજરાતમાં હાલ ત્રણ સ્થળે રોપ-વે કાર્યરત છે. હવે ગિરનાર રોપ-વે રાજયનો ચોથો રોપ-વે બનશે. જેનું તા.24 ઓકટોબરનાં રોજ વડાપ્રધાનના હસ્તે ઈ. લોકાર્પણ થશે. રોપ-વેને સેન્ટ્રલ ઈલેકટ્રીકલ સર્ટિફિકેટ મળી ગયું છે. હાલ લોકાર્પણ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એશિયાનો સૌથી મોટો રોપ વે જૂનાગઢમાં બનીને તૈયાર થઈ ગયો છે. આ રોપ વેનું અંતર 2.3 કિમી લાંબું છે. તેને બનાવવા માટે 130 કરોડનો ખર્ચે કરવામાં આવ્યો છે.

કોરોના કાળ હોવાથી પીએમ મોદીના હસ્તે દિલ્હીથી ઈ લોકાર્પણ થશે. વીડીયો કોન્ફરનસના માધ્યમથી લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મૂકશે. ઉષા બ્રેકો નામની કંપનીએ એશિયોનો સૌથી લાંબો અને મોટો રોપ-વે તૈયાર કર્યો છે. તેની ક્ષમતા એક કલાકમાં 800 પ્રવાસીઓની હેરફેર કરી શકવાની છે. એક દિવસમાં 8 હજાર લોકોના વહનની ક્ષમતા ધરાવે છે. રોપ – વે પ્રોજેક્ટ માટે કુલ નવ ટાવર બનાવવામાં આવ્યા છે. ગ્લાસ ફલોરની કેબિનમાં એક સાથે 8 લોકો બેસવાની ક્ષમતા ધરાવે છે. ગિરનાર રોપ વેથી ટુરિઝમને ભારે વેગ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરનાર રોપ-વે પ્રોજેકટ તૈયાર થઈ ગયો છે. ટ્રોલીંનું તેમજ અન્ય ટેકનિકલ બાબતોનું ચેકિંગ પૂર્ણ થઈ ગયું છે. હાલ રોપ-વે સાઈટ પર લોકાર્પણ માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અને મુખ્યમંત્રીની ઉપસ્થતીમાં વડાપ્રધાન ઈ.લોકાર્પણ કરવાના હોવાથી આજે પોલીસ તેમજ અન્ય એજન્સીના અધિકારીઓએ પણ બંદોબસ્ત માટે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

હાલ ગુજરાતમાં પાવાગઢ ખાતે 763 મીટર, અંબાજી ખાતે 363 મીટર અને પાવાગઢમાં પ્રાઈવેટ રોપવે કાર્યરત છે. ગિરનાર રોપ-વે ગુજરાતનો ચોથો રોપ-વે બનશે. ગિરનાર રોપવેની લંબાઈ 2320 મીટર અને ઉંચાઈ 900 મીટર છે. ગિરનાર રોપ-વે દેશનો સૌથી ઉંચો રોપ-વે બનશે..

કંપનીએ રોપ-વેમાં જવાના ટિકિટના ભાવ નક્કી કર્યા

જૂનાગઢ રોપ-વેની ટિકિટનો દર કંપની દ્વારા નક્કી કરાયો છે. એશિયાનો સૌથી મોટો રોપ-વેમાં બેસવા માટે રૂપિયા 750 ટૂવે નક્કી કરવામાં આવ્યો છે. બાળકો માટેની ટિકિટનો દર રૂ. 350 કરાયો છે અને રોપ-વેની વન-વે ટિકિટ રૂ.400માં નક્કી કરાયો છે.

Leave a Reply

Your email address will not be published.