(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા થી વડોદરા ને જોડતો શોર્ટકટ પોઇચા પુલ ઘણા સમયથી મરામત માટે બંધ કરવામાં આવ્યો છે જે 16 એપ્રિલ એટલેકે બે દિવસ બાદ ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે ચાલુ થશે પરંતુ ભારે વાહનો માટે હાલ બંધ રહેશે.
જોકે કોરોના કેસો માં ઉછાળો થતા નર્મદા અધિક નિવાસી કલેક્ટર વ્યાસ સાહેબની દરમિયાનગીરી બાદ આજથી મેડિકલ વાહનો જેમાં એમ્બ્યુલન્સ કે ઓક્સિજન જેવા વાહનો માટે આ પુલ ખુલ્લો કરવામાં આવ્યો હોવાનું ડભોઇ માર્ગ મકાન વિભાગના ઈજનેર થોરાટ દ્વારા જાણવા મળ્યું છે.થોરાટ એ વધુમાં એમ પણ જણાવ્યું કે મોટા ભારદારી વાહનો માટે હાલમાં પુલ બંધ છે પરંતુ બે દિવસમાં કેટલી કામગીરી આગળ વધે છે તે જોયા બાદ એસટી બસો ચાલુ થઈ શકે છે કે નહીં તે નક્કી થશે.