Home Rajpipla રાજપીપળા પો.સ્ટે.માં 19 લાખના હીરા ચોરીની ફરિયાદ આપવા આવેલ શખ્સ નશાની હાલતમાં...

રાજપીપળા પો.સ્ટે.માં 19 લાખના હીરા ચોરીની ફરિયાદ આપવા આવેલ શખ્સ નશાની હાલતમાં જણાતા ગુનો દાખલ

3
0

(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોમાંથી હીરાની ચોરી થયા બાદ લાખોના હીરાની ચોરી બાબતે ફરીયાદ આપવા રાજપીપળા પોલીસ મથકે પહોંચેલા ભોગ બનનાર વ્યક્તિ ખુદ નશાની હાલતમાં જણાતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ તા.3 જુલાઈ બપોરે રાજપીપળા
એસટી ડેપો માં ઉભેલી બસ માંથી સતિષભાઈ લક્ષમણ ભાઈ પટેલ રહે.ભવાની વડ,સુરત ની 19 લાખના હીરા સાથેની બેગ કોઈ ચોરી કરી લઈ ગયા બાદ આ બાબતે ભોગ બનનાર સતીશ પટેલ રાજપીપળા પો.સ્ટે મા ફરીયાદ આપવા પહોંચ્યા પરંતુ ત્યાં ટાઉન પી.આઈ એમ.બી.ચૌહાણ સહિત પોલીસ માણસો હાજર હતા તેંમની સમક્ષ જ સતીશ પટેલ નશો કરેલી હાલતમાં લથડીયા ખાતા લવારા બકવાસ કરતા જણાઈ આવતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

Previous articleરાજપીપળા S.T ડેપોમાં ઉભેલી બસમાંથી 19 લાખના હીરાની બેગની ઉઠાંતરી થતા પોલીસ કાફલો દોડી આવ્યો
Next articleવડિયા જકાતનાકા રોડ પરની મારૂતિધામ સોસાયટીમાંથી 70,000 ની એક્ટિવાની ચોરી થતા ફફડાટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here