Home Gujarat અમદાવાદમાં કરફ્યૂનો ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી...

અમદાવાદમાં કરફ્યૂનો ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.

13
0

અમદાવાદ શહેરમાં કોરોનાનો રાફડો ફાટતા કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં ગઇકાલ રાતના 9 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણપણે કર્ફ્યૂ શરૂ થયો છે, ત્યારે આજે કર્ફ્યૂની પ્રથમ સવારે શહેરના રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા છે. રાતદિવસ ધબકતું રહેતું અમદાવાદ કરફ્યૂમાં થંભી ગયું હતું. જ્યારે કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. શહેરના એસજી હાઈવે, આશ્રમ રોડ, લાલ દરવાજા, કાલુપુર, બાપુનગર, નરોડા, સરખેજ, રિંગ રોડ, નેશનલ હાઈવેને કનેક્ટેડ રોડ, શાહપુર, અસારવા, સાબરમતી, ચાંદખેડા એમ તમામ જગ્યાએ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત છે.
અમદાવાદમાં કરફ્યૂનો ભંગ કરી બહાર નીકળતા લોકો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. કરફ્યૂ આપ્યા બાદ પણ કોઇ કારણ વગર બહાર નીકળનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસે જાહેરાનામાના ભંગ બદલ 116 જેટલા ગૂના નોંધ્યા છે. જ્યારે અન્ય 130 આરોપીઓની અટકાયત કરી છે. આ ગૂના પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરી નોંધવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, તમામ DCP-ACP, PI સહિતના અધિકારીઓ કર્મચારીઓ સાથે શહેરમાં સતત પેટ્રોલિંગ કરી અને કર્ફ્યૂનો કડક અમલ કરાવી રહ્યા છે. પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તાર પેટ્રોલિંગ કરી અને લોકોને ઘરે મોકલવામાં આવી રહ્યા છે. શાહીબાગ વિસ્તારમાં પોલીસ દ્વારા બહારથી આવતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કામ વગર બહાર નીકળતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે.


Previous articleજોર્જિયાના સેક્રેટરી ઓફ સ્ટેટ બ્રાંડ રેફેંસપરએ કહ્યું હતું કે, ઓડિટથી પુષ્ટિ થઇ ગઇ છે કે મશીન દ્વારા કરવામાં આવેલી ગણતરી સાચી હતી.
Next articleદક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક વાવાઝોડું સક્રિય થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here