Home Crime આસરમા ગામે આવેલ ફાર્મ હાઉસમાં બે પુરુષ અને એક મહિલા કઢંગી હાલતમાં...

આસરમા ગામે આવેલ ફાર્મ હાઉસમાં બે પુરુષ અને એક મહિલા કઢંગી હાલતમાં પકડાતા પોલીસે અટક કરી

42
0

માંગરોલ, દેગડીયા — માંગરોળ તાલુકાના આસરમા ગામની સીમમા આવેલ ફાર્મ હાઉસ નંબર 8,માં બાતમી મળી હતી કે અહીં રાત્રિ દરમિયાન ફાર્મ હાઉસના માલિક દ્વારા બહારથી કેટલાક દિવસથી રૂપ લલના બોલાવી દેહ વ્યાપાર ચાલી રહ્યા અંગેની બાતમી મળી હતી .રાત્રી પેટ્રોલીંગ દરમિયાન પો.કો. શૈલેષ ગામીત અને પોલીસ સ્ટાફ સાથે રાત્રે ના ૪.૦૦ કલાકે ફાર્મ હાઉસ પર પહોચી તપાસ કરતા બે ઈસમો અને એક મહિલા કઢંગી હાલતમાં દેખાતા તેઓની પૂછતાછ કરી હતી જેમાં એક પુરુષ રીતેશભાઈ માંગુકિયા ઉ. વ.૨૫;રહે, સૂર્યકિરણ સોસાયટી ચીકુવાડી નાના વરાછા સુરત, અને બીજો ઈસમ કિશનભાઇ રમેશભાઈ આસોદરીયા ઉ વ. ૨૮ રહે, સન સીટી હાઉસ પેડર રોડ, મોટાવરાછા.ના હોવા નું જણાવ્યું. એક મહિલા જેનુ નામ પૂછતા મુસ્કાન મથુરા પ્રસાદ તે મહારાષ્ટ્ર મુંબઈ ના હોવાનું જણાવી દેહ વ્યાપાર ના ધંધા સાથે જોડાયેલ હોય એવું જણાવ્યું હતું. રાજુભાઈ નામના દલાલ થકી આ ઈસમોએ 6000 રૂપિયા માં સોદો કરી ફાર્મ હાઉસ ખાતે લઈ આવ્યા હતા રિતેશ અને કિશન રાજુભાઈ ના સંપર્ક થી આ લલના ને લેવા માટે કનુભાઈ મંગુકિયની માલિકી નું ફોર વ્હીલ વાહન (નં . જી જે ૦૫ જે ઇ ૯૧૪૪ ) માં લય સુરત સ્ટેશન થી પિક અપ કરી આસરમા ફાર્મ હાઉસ ખાતે લઇ આવ્યા હતા. ફાર્મ હાઉસના માલિક પરેશ ડોલરીયા સહિત બે પુરુષ અને એક મહિલા વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર નિલય ચૌહાણ દેગડીયા તાલુકા મોટામિયા માંગરોલ જિલ્લા સુરત


Previous articleસુંદરનગર જમાલપોર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
Next articleક્રીષ્ના હોસ્પીટલ મા કોરોના પોસીટીવ દર્દી મરણ જતા પરીવારના સભ્યો દ્વારા હોસ્પીટલ ના ડોક્ટર તથા સ્ટાફ સામે કરેલા ઉગ્ર આક્રોસ નો સુખદ અંત લાવતી “ શી ” ટીમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here