Home Kheda (Anand) ડાકોર અન્નકૂટ હોટલ નજીક પેટ્રોલીંગ માં નીકળેલી પોલીસની કાર ને એસટી બસ...

ડાકોર અન્નકૂટ હોટલ નજીક પેટ્રોલીંગ માં નીકળેલી પોલીસની કાર ને એસટી બસ અડફેટમાં લેતા ચારને ઈજા

17
0

ડાકોર પોલીસ હે કો સહિત ચાર કર્મીઓ મંગળવાર વહેલી સવારે બોલેરો ગાડી લઇને પેટ્રોલીંગમાં નીકળ્યા હતા.ત્યારે ડાકોર અન્નકૂટ હોટલ પાસેથી કાર વહેલી સવારે ૫ વાગ્યાના અરસામાં પસાર થઇ હતી.ત્યારે પૂરઝડપે આવતી એસટી બસના ચાલકે બોલેરો કારને ટક્કર મારતાં કાર ચારથી પાંચ વખત પલટી મારી નજીકના ગટર ઉતરી ગઇ હતી.
જેના કારણે કારમાં બેઠેલા ચાર પોલીસ કર્મચારીઓને વધતી ઓછી ઇજાઓ થતાં સારવાર માટે ડાકોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જે અંગે ડાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડાકોર પોલીસ સ્ટેશનનાં હે કો, નગીનભાઇ, પોકા કુલદીપસિંહ, હોમગાર્ડ સુરવીર સિંહ તથા ડ્રાઇવર રાજેન્દ્ર કુમાર પોતાના પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, અને સવારે ૫.૩૦ સમયના અરસામાં ડાકોર અનફૂટ પોલિસ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પૂરઝડપે આવતી એસ.ટી. બસ ચાલકે ગફલતભરી રીતે પોલીસની વાનને ટક્કર મારતાં વાન ત્રણ ચાર પલ્ટી ખાઈને ઝાળી જાખર માં ઉતરી ગઈ હતી.
તેના કારણે વાનમાં બેઠેલા ચાર, પોલીસ કર્મીઓને વધતી ઓછી ઈજાઓ થવા પામી છે. તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ડાકોર પોલીસે ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.


Previous articleસરકારે આ સેક્ટરને કોઈપણ પ્રકારની લોન રીસ્ટ્રક્ચરિંગ સુવિધા પણ આપી નથી. કંપનીઓએ પૂરૂ વ્યાજ આપવું પડી રહ્યું છે…
Next articleનેચર હેલ્પ ફાઉન્ડેશન ઘ્વારા 8.9 ફૂટનો મગર પકડાયો સાંઢેલી પાસે આવેલ નર્મદા કેનાલ પાસે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here