Crime

પઠાર ગામેથી પોલીસે ૯૩,૧૦૦ રૂ.વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો,

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણી નાઈટ પેટ્રોલિંગમાં હતા,તે દરમિયાન બાતમી મળેલ કે “અજયભાઈ નરસીહભાઇ વસાવા રહે , પઠાર નવી વસાહત તા.નેત્રંગ નાએ પઠાર થી નેત્રંગ જતા હાઈવે રોડ ઉપર આવેલ આયુષ્માન ભવનની બાજુમાં આવેલ નૈતિક જનરલ સ્ટોર *
દુકાનની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં તુવેરની કરાઠીમાં ભારતીય બનાવટ નો ઈગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલ છે . ” જે બાતમી આધારે સ્ટાફના માણસો અને બે પંચોના માણસો બોલાવી બાતમી હકીકતથી વાકેફ કરી , અલગ અલગ ગાડીઓમાં બેસી પઠાર નવી વસાહતની રોડની સામે આવેલ આયુષ્માન ભવનની બાજુમાં નૈતિક જનરલ સ્ટોર દુકાન ઉપર રેઈડ કરતા ઉપરોક્ત દુકાનની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં તુવેરના કરાઠાના ઢગલા નીચે તપાસ કરતા ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે
કબ્જે કરેલ મુદામાલ : ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ -૭૬૦ તથા બીયર ટીન નંગ -૭૨ મળી કુલ્લે નંગ- ૮૩૨ કુલ કીરૂ ૯૩,૧૦૦, મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

પકડાયેલ આરોપી :

(૧) અજયભાઇ નરસીહભાઇ વસાવા ઉ.વ .૨૭ હાલ રહે , પઠાર નવી વસાહત તા.નેત્રંગ જી.ભરૂચ

વોન્ટેડ આરોપીઓ :

( ૧ ) કૃનાલભાઈ વસાવા જેનું પૂરુનામ જણાયેલ નથી . રહે , સાગબારા તા.સાગબારા જી.નર્મદા

( ર ) રવિભાઇ વસાવા જેના પિતાનું નામ જણાયેલ નથી . રહે , ચંન્દ્રવાણ તા.નેત્રંગ જી.ભરૂચ .

( ૩ ) સુરેશભાઇ રામુભાઇ વસાવા રહે , જોકલા તા.વાલીયા જી.ભરૂચ

( ૪ ) ધર્મેશભાઇ ઉફે ધમો નરેશભાઇ વસાવા રહે , મીઠામોરા તા.ઝગડીયા જી.ભરૂચ

ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ

Leave a Reply

Your email address will not be published.