Home International પોપ ફ્રાન્સીસે અમેરિકન ચૂંટણીઓનો હવાલો આપતા અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોને મળવાની...

પોપ ફ્રાન્સીસે અમેરિકન ચૂંટણીઓનો હવાલો આપતા અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોને મળવાની ના પાડી દીધી….

76
0

કેથોલિક ખ્રિસ્તીઓના સૌથી મોટા ધર્મગુરૂ પોપ ફ્રાન્સીસ એ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝાટકો આપી દીધો. પોપ ફ્રાન્સીસે અમેરિકન ચૂંટણીઓનો હવાલો આપતા અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોને મળવાની ના પાડી દીધી. વેટિકન એ એક નિવેદનમાં કહ્યું કે અમેરિકામાં અત્યારે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે અને ચૂંટણી પ્રક્રિયામાં પોપ કોઇ નેતાની મુલાકાત કરતા નથી પછી તે કોઇપણ દેશના કેમ ના હોય.
મીડિયા રિપોર્ટસના મતે પોપ ફ્રાન્સીસ ઇચ્છતા નથી કે તેમની મુલાકાત કે પછી વેટિકનના નામનો ઉપયોગ ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કરાય. પોપ આની પહેલાં અમેરિકામાં અશ્વેત નાગરિકોના પ્રત્યે વધી રહેલી હિંસાની ઘટનાઓ પ્રત્યે નારાજગી વ્યકત કરી ચૂકયા છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પોપને મળીને પોમ્પિયો ચીનની વિરૂદ્ધ નિવેદનબાજી કરવાનો પ્લાન બનાવીને વેટિકન ગયા હતા તેનો ખ્યાલ પોપ ફ્રાંસીસને પહેલાં જ ખબર પડી ગઇ હતી.
પોમ્પિયોના ચીનને લઇ આપેલા નિવેદનથી વાત બગડી
આપને જણાવી દઇએ કે પોમ્પિયો ચાર દેશોના પ્રવાસની અંતર્ગત વેટિકન સિટી પહોંચ્યા હતા. અહીં પહોંચતા પહેલાં તેમણે કહ્યું હતું કે ચીનમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. ત્યાં બાકી લોકોની સાથે ખ્રિસ્તીઓને પણ પરેશાન કરાઇ રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર વેટિકનના ઓફિસર અને પોપને આવી નિવેદનબાજીમાં ઘસેડી જવાના ઇરાદાને માપી લીધુ હતું. આથી જ જ્યારે પોમ્પિયો એ પોપ ફ્રાન્સીસને મળવાનું કહ્યું તો વેટિકનને તેમને મળવાની ના પાડી દીધી. ટ્રમ્પ પર પહેલાં જ કટ્ટરવાદી ઇસાઇ સંગઠનોને પ્રોત્સાહિત કરવાનો આરોપ મૂકી રહ્યા છે જે નસ્લવાદના પણ સમર્થક મનાય છે.
આની પહેલાં પોમ્પિયોએ કહ્યું હતું કે કેથોલિક ચર્ચ પોતાની નૈતિક વિશ્વસનીયતા અને તાકાતને ખતરામાં નાંખી રહ્યા છે. તેમણે આરોપ મૂકયો હતો કે વેટિકને ચીનથી બિશપ્સની નિમણૂકને લઇ એક કરાર કર્યો છે. અમેરિકાને લાગે છે કે વેટિકન પણ ચીનના દબાણમાં તેમની શરતો માની રહ્યું છે. પોમ્પિયોએ કહ્યું હતું કે દુનિયામાં ધાર્મક આઝાદીને જેટલો ખતરો ચીનમાં છે એટલો કયાંય નથી. વેટિકનનું માનવું છે કે ટ્રમ્પ સરકાર અમેરિકામાં પોપ ફ્રાન્સીસની છબીને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. ટ્રમ્પ અને રિપલ્બિકન સમર્થક ઇસાઇ સંગઠનોનું માનવુ છે કે પોપ ફ્રાન્સીસ જરૂરિયાતથી વધુ ઉદારવાદી છે. 2018ની સાલમાં ચીન અને વેટિકનની વચ્ચે બિશપ્સને લઇ એક કરાર થયો હતો જેમાં કહ્યું હતું કે ચીનમાં માત્ર ચીની મૂળના બિશપ્સની નિમણૂક કરી શકાશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here