Home Gujarat દેશની સૌથી પહેલી સી-પ્લેન સેવા ગુજરાતમાંથી શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી...

દેશની સૌથી પહેલી સી-પ્લેન સેવા ગુજરાતમાંથી શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે….

97
0

દેશની સૌથી પહેલી સી-પ્લેન સેવા ગુજરાતમાંથી શરૂ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પહેલી ઉડાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાની રહેશે. અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતાં લગભગ 50 મિનિટનો સમય લાગશે. હાલ સાબરમતી રિવરફ્રન્ટમાં વોટર એરોડ્રામ બનાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે.
અમદાવાદ રિવરફ્રન્ટ પર સી પ્લેન પ્રોજેક્ટની તડામાર તૈયારી ચાલી રહી છે. હાલ મળતી માહિતી પ્રમાણે સી પ્લેન સર્વિસ માટે ફ્લોટિંગ જેટ્ટી રિવરફ્રન્ટ પહોંચી ગઈ છે. પીએમ મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટથી ગુજરાતને કનેક્ટિવિટી અને ટુરિઝમને પોત્સાહન મળશે. મહેસાણા, કેવડિયા, પાલીતાણામાં વોટર એરોડ્રોમ બનાવવાની જાહેરાત કરાઈ છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના રિવરફ્રન્ટ પર સી પ્લેન પ્રોજેકટની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સી પ્લેન સર્વિસ માટે ફ્લોટિંગ જેટ્ટી રિવરફ્રન્ટ પહોંચી ગઈ છે. આ પ્રોજેક્ટ તૈયાર થઈ જતાં હવે અમદાવાદ રિવરફ્રન્ટ પર આગામી દિવસમાં સી પ્લેન જોવા મળશે. ગુજરાતના અમદાવાદ, મહેસાણા, કેવડિયા અને પાલીતાણામાં સી પ્લેનને લઈને વોટર એરોડ્રોમ બનાવાશે. વોટર એરોડ્રોમ સાબરમતી રિવરફ્રન્ટ, નર્મદા ડેમ કેવડિયા,શેત્રુંજય ડેમ પાલીતાણા, ધરોઈ ડેમ અને મહેસાણા બનાવવાની જાહેરાત કરાઈ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here