Home Gujarat રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નાતાલ પર્વની ઉજવણી દીવમાં કરે તે પૂર્વ રાજકોટની ટૂંકી...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નાતાલ પર્વની ઉજવણી દીવમાં કરે તે પૂર્વ રાજકોટની ટૂંકી મુલાકાત કરશે.

38
0

ભારત દેશના પ્રથમ નાગરીક એવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં નાતાલ પર્વની ઉજવણી ગુજરાતના દીવમાં કરવાના છે. એક માહિતી અનુસાર રાષ્ટ્રપતિ રામનાદ કોવિંદ રાજ્યના સ્પીકર કોન્ફરન્સ માં ઉપસ્થિત રહેશે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નાતાલ પર્વની ઉજવણી દીવમાં કરે તે પૂર્વ રાજકોટની ટૂંકી મુલાકાત કરશે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારી આરંભી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ તા. 25થી 28 તારીખ સુધી દીવમાં નાતાલ પર્વની ઉજવણી લોકાર્પણ અને ખાતમૂહર્ત કરશે. જેના માટેના કાર્યક્રમો પણ ફાઈનલ થઈ ગયા છે.
તા. 25મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દિલ્હીથી 10.25 કલાકે નીકળશે અને બપોરે 12.10 મિનિટે રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચશે, જ્યાં રાષ્ટ્રપતિનું રેડકાર્પેટ સ્વાગત કરવામાં આવશે અને ફરી તા. 28ના સવારના 10.20 કલાકે દીવથી નીકળી 11.35 કલાકે રાજકોટ આવશે અને દિલ્હી જવા માટે વિદાય આપવામાં આવશે.
સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે, ગાંધીનગરમાં 25 અને 26 નવેમ્બરે સ્પીકર કોન્ફરન્સ યોજાશે. જેમા દેશના તમામ રાજ્યો સ્પીકર ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં PM મોદી વર્ચ્યુલ રેલીને સંબોધન કરશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતમાં બે દિવસની મુલાકાતે આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, 25 નવેમ્બરના રોજ મોડી સાંજ સુધીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવી શકે છે. અને 26 નવેમ્બરના રોજ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સનું આયોજનમાં ભાગ લઇ શકે છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પિકરના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહી છે, ગુજરાતમાંથી પણ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ હાજરી આપશે. આ ઉપરાંત મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલ પણ હાજરી આપશે.


Previous articleભચાઉ તાલુકાના ખડીર રણદ્વિપ વિસ્તારમાં આવેલા હડપ્પીય નગરના ધામ ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વૈશ્વિક ધરોહર જાહેર.
Next articleદિલ્હીના બુરારી ખાતેના નિરંકારી સમાગમ મેદાન ખાતે ધરણાં કરી રહેલા ખેડૂતોએ રેલી કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here