Surat

અંકલેશ્વર માં તરોપા ના ભાવ આસમાને પહોંચતા વેચાણ પર અસર

કોરોના કાળ માં તરોપા ના ભાવ બમણા

હોલસેલ વેપારીઓ એ ભાવ વધારતા છૂટક વેચાણ કરતા વેપારીઓને ફટકો  

કોરોના કાળ માં દર્દીઓ માટે તરોપા નું પાણી ફાયદા કારક છે ત્યારે તરોપા ના ભાવ વધતા ખરીદવા મુશ્કેલ બન્યા છે અંકલેશ્વર ની બજાર માં તરોપા ના ભાવ આસમાને પહોંચતા વેચાણ પર મોટી અસર જોવા મળી હતી

કોરોના ના દર્દીઓ ની સંખ્યા  વધતા હોસ્પિટલો હાઉસફુલ થઇ ગઈ છે દર્દીઓ ને તરોપા નું પાણી ફાયદા કારક હોવાથી લારીઓ પર તરોપા ખરીદવા ભીડ જામતી હોય છે જો કે કોરોના ના કારણે વેપારીઓ એ ભાવ વધારો કરી દેતા તરોપા નું પાણી કડવું બન્યું છે અંકલેશ્વર ની બજાર માં લારીઓ પર તરોપા નું વેચાણ કરતા વેપારીઓ માં નિરાશા વ્યાપી છે હોલસેલ વેપારીઓ એ ભાવ બમણો કરતા છૂટક વેચાણ કરતા વેપારીઓ ના વેચાણ પર મોટી અસર પહોંચી છે એક નંગ તરોપો ૧૫ થી ૨૦ રૂપીયે વેચાતો હતો છેલ્લા કેટલાક દિવસો થી   તરોપા ૫૦ થી ૬૦ રૂપિયે વેચાય રહ્યા છે તો અંકલેશ્વર ના કેટલાક વિસ્તારો માં એક તરોપા નો ભાવ ૮૦ થી ૧૦૦ રૂપીયા સુધી પહોંચી ગયો છે તરોપા ના વેપારીઓ એ કોરોના નો લાભ લઇ ભાવ વધારો કરી દેતા લોકો એ ખરીદવું મુશ્કેલ બન્યું છે તરોપા નો ભાવ સાંભળી ને ખરીદવા નું પડતું મૂકે છે ત્યારે તંત્ર કોરોના ની આડ માં તરોપા ના ભાવ વધારતા વેપારીઓ પર તવાઈ બોલાવે તેવી લાગણી પ્રવર્તી રહી છે


ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Leave a Reply

Your email address will not be published.