Home Gujarat પંડોળીનું ગૌરવ શ્રી બિપીનકુમાર શ્રીમાળી(IAS)ને સરકારી સેવામાં અનુકરણીય શ્રેષ્ઠતા માટે ...

પંડોળીનું ગૌરવ શ્રી બિપીનકુમાર શ્રીમાળી(IAS)ને સરકારી સેવામાં અનુકરણીય શ્રેષ્ઠતા માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશયારીના હસ્તે એવોર્ડ એનાયત

300
0

પંડોળીનું ગૌરવ શ્રી બિપીનકુમાર શ્રીમાળી(IAS)ને સરકારી સેવામાં અનુકરણીય શ્રેષ્ઠતા માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશયારીના હસ્તે એવોર્ડ એનાયત


શ્રી બિપીનકુમાર શ્રીમાળી ૧૯૯૨ બેચના મહારાષ્ટ્ર કેડરના સનદી અધિકારી છે.


આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પંડોળીના મૂળ વતની શ્રી બિપિનકુમાર શ્રીમાળી ૧૯૯૨ બેચના મહારાષ્ટ્ર કેડરના સનદી અધિકારી છે. તેઓ મહારાષ્ટ્ર સરકારમાં વિવિધ પદ પર ફરજ બજાવી હાલ મહાત્મા ફૂલે નવીનીકરણીય ઉર્જા અને પાયાભૂત સુવિધા કંપની, “મહાપ્રિત” ( MAHAPREIT – મહારાષ્ટ્ર સરકાર નું પબ્લિક અંડર ટેકિંગ) તેમજ તેની સુત્રધારી કંપની MPBCDC ના મેનેજીંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.
શ્રી બિપીનકુમાર શ્રીમાળીને સરકારી સેવામાં અનુકરણીય શ્રેષ્ઠતા માટે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશયારીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૧૯ માં એક વર્ષ માટે તેઓ USA માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં નવીનીકરણીય ઉર્જા અને ઇલેક્ટ્રિક વાહન (રિન્યૂએબલ એનર્જી અને ઇલેક્ટ્રિક મોબિલિટી) પર ઉચ્ચ અભ્યાસ અર્થે હતા . “મહાપ્રિત” કંપની સોલાર પાવર પ્રોજેક્ટસ , ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન્સ , સોફ્ટ વેર ટેકનોલોજી પાર્ક , હાઈવે બાંધકામ , ગૃહનિર્માણ અને અલ્ટરનેટિવ એનર્જી – બાયો ફયુઅલ્સ વગેરે ક્ષેત્રોમાં કાર્યરત છે.
તેઓ મહારાષ્ટ્ર ના બીડ જિલ્લા માં DDO/CEO જિલ્લા પરિષદ અને નંદુરબાર જિલ્લામાં કલેક્ટર હતા. તેઓ એ વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ,મહારાષ્ટ્ર રાજ્ય રોડ વિકાસ કોર્પોરેશન અને માનનીય Dy.cmના સચિવ ૨૦૧૪ સુધી ફરજ બજાવી હતી.તેમણે ૨૦૧૪ થી ૨૦૧૯ સુધી ઊર્જા વિભાગમાં કામ કર્યું છે. CMD Mahatransco , CMD મહારાષ્ટ્ર પાવર જનરેશન કોર્પોરેશન અને પ્રિન્સિપલ સેક્રેટરી એનર્જી વિભાગ તરીકે ફરજ બજાવી તેમના કાર્યકાળ દરમ્યાન મહારાષ્ટ્ર પાવર જનરેશન કોર્પોરેશન તરફથી રાલેગણ સિદ્દી ખાતેના તેમના સોલાર પાવર પ્રોજેક્ટને રાષ્ટ્રીય સ્તરે તાજેતરમાં જાહેર કરાયેલ ઈન્ડિયા ગ્રીન એનર્જી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
૨૦૦૨ માં ગુજરાત ભૂકંપ દરમિયાન ભુજ ખાતે ભૂકંપ પુનર્વસન પ્રોજેક્ટમાં OSD તરીકે અને ત્યારબાદ ૨૦૦૫ માં કલેક્ટર જૂનાગઢ તરીકે ગુજરાત સરકાર સાથે કામ કર્યું હતું. તેઓ સૌરાષ્ટ્ર યુનિ ,મોરબીની લખધીરસિંહજી કોલેજની મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે.

Previous articleઆરએમપીએસ ઇન્ટરનેશનલ સ્કૂલે ધમ્મા નર્મદા વિપાસના કેન્દ્ર સાથે સંયુક્ત રીતે બાલ આનાપાન શિબિરનું આયોજન કર્યું હતું
Next articleઓલપાડ સહિત જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5 નાં ઓફલાઈન વર્ગો શરૂ : બાળકો હોંશે-હોંશે શાળાએ ઉમટી પડ્યાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here