Home South-Gujarat થવા કોલેજનું ગૌરવ : બોક્સિંગમાં ગોલ્ડ મેડલ મેળવતી પરમજીત રાઠોડ.

થવા કોલેજનું ગૌરવ : બોક્સિંગમાં ગોલ્ડ મેડલ મેળવતી પરમજીત રાઠોડ.

98
0

થવા કોલેજમાં અભ્યાસ કરતી એક દિકરીએ યુનિવર્સિટી કક્ષાએ યોજાયેલી બોક્સિંગની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતાં કોલેજ પરીવારમાં આનંદની સાથે ગૌરવની લાગણી ફરી વળી હતી.


પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ નુતન ગ્રામ વિધ્યાપીઠ કોલેજમાં બી.આર.એસ વિભાગમાં બીજા વષઁમાં અભ્યાસ કરતી રાઠોડ પરમજીતે વીરનમઁદ સાઉથ ગુજરાત યુનિવરસીટી સુરત ખાતે યોજાયેલ બોક્સિંગ સ્પર્ધા મહિલા વિભાગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી થવા બી.આર.એસ કોલેજનું ગૌરવ વધારતા આનંદ લાગણી ફરી વળી છે.રાઠોડ પરમજીત એક ગરીબ પરીવાર માંથી આવતી આ દિકરી છેલ્લા ચાર વષઁથી થવા એકલવ્ય સાધના ઉતર બુનિયાદી આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કયાઁ અને બે વર્ષથી થવા કોલેજમાં અભ્યાસ કરી રહી છે. પરમજીત રાઠોડે અત્યાર સુધીમાં નવ જેટલી સ્કુલ ગ્રેમ નેશનલ રમી છે.ખેલમહાકુંભમાં છેલ્લા પાંચ વર્ષથી રાજયકક્ષાએ પ્રથમ કમ પ્રાપ્ત કરેલ છે.


ફોટોમેટર :- દિવ્યાંગ મિસ્ત્રી.નેત્રંગ

Previous articleસરકારી તાલકા પુસ્તકાલય,વઘઈમાં રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ દિવસની ઉજવણી પ્રસંગે બાળ સાહિત્ય,આઝાદીને લગતા સાહિત્ય અને રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણીનાં સાહિત્યનાં વિવિધ પુસ્તકોનું પ્રદર્શન યોજાયુ.
Next articleગાંધીધામમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા હર ઘર દસ્તકનું આયોજન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here