Home India વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા કાર્યાલયમાં હાજર...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા કાર્યાલયમાં હાજર રહી શકે છે.

97
0

બિહાર વિધાનસભાની ચૂંટણી (Bihar Assembly Election result) માં એનડીએને શાનદાર જીત મળી છે. બિહારમાં ફરી એકવાર નીતિશ કુમાર (Nitish Kumar) મુખ્યમંત્રી (Bihar Chief Minister) બનવા જઈ રહ્યાં છે. ભાજપ બિહારમાં પહેલીવાર સૌથી મોટી રાજકીય પાર્ટી (BJP Largest party) બનીને સામે આવી છે. દિવાળી (Diwali) પહેલા જ મળેલી આ શાનદાર જીતની આજે દિલ્હીના ભાજપ હેડક્વાર્ટર (BJP Headquarters) માં ભવ્ય ઉજવણીની (Celebration) તૈયારીઓ શરૂ પણ કરી દેવામાં આવી છે. બિહારમાં જેડીયુના કાર્યાલયે (JDU Office) પણ ત્રણ દિવસ વહેલી દિવાળી આવી ગઈ છે.
આ ઉજવણીમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી  પોતે અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાકાર્યાલયમાં હાજર રહી શકે છે. તો બીજી બાજુ બિહારના પટના (Patna) ખાતે આવેલા જેડીયૂના કાર્યાલય ની બહાર પણ પોસ્ટર લગાડવાનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. હાસ વાત એ છે કે, આ પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છે અને તેઓ બિહારના લોકોનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે.
બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે અને એનડીએને 125 બેઠકો સાથે પૂર્ણ બહુમત મળ્યું છે. જ્યારે મહાગઠબંધનને 110 બેઠકો મળી છે. એનડીએમાં ભાજપ નંબર વન પાર્ટી બની ગઈ છે. ભાજપને આ વખતની ચૂંટણીમાં 74 બેઠકો મળી છે. જ્યારે જેડીયુ 43 બેઠકો સાથે બીજા નંબરની પાર્ટી બની.
NDAની જીત બાદ નવી દિલ્હી સ્થિતિ ભાજપના હેડક્વાર્ટરમાં જશ્નની તૈયારીઓ ચાલી રહી છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઢોલ-નગારા વગાડીને અને એકબીજાને મોં મીઠું કરાવીને અબિલ-ગુલાલની છોળો વચ્ચે ભવ્ય ઉજવણી કરી રહ્યાં છે.
JDU ઓફિસ બહાર અચાનક બદલાયા પોસ્ટરો
જેડીયુ બિહારમાં ભલે નાના ભાઈની ભૂમિકામાં આવી ગઈ હોય પરંતુ સરકાર મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં બનશે તેમ મનાઈ રહ્યું છે. જેથી જેડીયુ ઓફિસની બહાર પણ પોસ્ટરો બદલાયા છે. સાથે જ મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે જેડીયુના નેતાઓ સાથે બેઠક કરશે અને પાર્ટીની કોર ટીમના નેતાઓ સાથે ચૂંટણી પરિણામો બાદની સ્થિતિ પર ચર્ચા કરશે. આ ઉપરાંત બેઠકમાં સરકાર બનાવતા પહેલાની રણનીતિ પર વાતચીત કરશે. આ અગાઉ તેમણે ભાજપના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વિરોધ પક્ષોના આરોપો, 15 વર્ષની સત્તાવિરોધી લહેર વચ્ચે પણ બિહાર વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ફરીથી મોદી મેજિક જોવા મળ્યો. બિહારમાં નીતિશની સરકાર વિરૂદ્ધ લોકોમાં સરકાર પ્રત્યે ખુબ નારાજગી હતી પરંતુ બ્રાન્ડ મોદીએ આ નારાજગી દૂર કરી ફરી એકવાર એનડીએને શાનદાર જીત અપાવી દીધી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here