Home India વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ Food and Agriculture Organization ની 75મી વર્ષગાંઠ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ Food and Agriculture Organization ની 75મી વર્ષગાંઠ પર 75 રૂપિયાનો સ્મારક સિક્કો લોન્ચ કર્યો.

82
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ Food and Agriculture Organization (FAO)ની 75મી વર્ષગાંઠ પર 75 રૂપિયાનો સ્મારક સિક્કો લોન્ચ કર્યો. તેની સાથે જ તાજેતરમાં વિકસિત 8 પાકોની 17 જૈવિક-સંવર્ધિત જાત રાષ્ટ્રને સમર્પિત કરી હતી.
આ દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે દીકરીઓના લગ્નની યોગ્ય ઉંમર નક્કી કરવા પર ચર્ચા થઇ રહી છે. દેશભરની દીકરીઓએ અમને પ્રશ્ન પૂછયો છે કે હજુ સુધી કમિટીએ કેમ કોઇ નિર્ણય લીધો નથી. હું તેમને આશ્વાસન આપું છું કે ટૂંક સમયમાં જ રિપોર્ટ આવી જશે અને પછી સરકાર પોતાનું કામ કરશે.
આ પ્રસંગે પીએમ મોદી એ કહ્યું કે ભારતના ખેડૂત, આપણા કૃષિ વૈજ્ઞાનિક, આંગણવાડી અને આશા કાર્યકર્તા, કુપોષણની વિરૂદ્ધ આંદોલનનો મજબૂત કિલ્લો છે. તેમણે પોતાના પરિશ્રમથી જ્યાં દેશનો અન્ન ભંડાર ભર્યો છે ત્યાં દૂર-દૂર ગરીબો સુધી પહોંચવામાં સરકારની ખૂબ મદદ કરી છે.
પીએમ મોદીએ કહ્યું કે અમે ઇંટ્રીગ્રેટેડ અપ્રોચ લઇને આગળ વધ્યા, હોલિસ્ટિક અપ્રોચ લઇને આગળ વધ્યા. હવે દેશમાં એવા પાકોને પ્રોત્સાહિત કરાઇ રહ્યા છે જેમાં પૌષ્ટિક પદાર્થ જેવા કે પ્રોટીન, આયર્ન, ઝિંક વગેરે વધુ હોય છે.
આની પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજમાતા વિજયારાજે સિંધિયાની જન્મ શતાબ્દીના અવસર પર 100 રૂપિયાનો સ્મારક સિક્કો રજૂ કર્યો હતો. સરકારની તરફથી રાજમાતા સિંધિયાના સમ્માનમાં આ 100 રૂપિયાનો સિક્કો રજૂ કર્યો હતો. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે પાછલી શતાબ્દીમાં ભારતને દિશા આપનાર કેટલાંક વ્યક્તિઓમાં રાજમાતા સિંધિયા પણ સામેલ હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here