Home India વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને ગરીબોને વિશ્વાસ આપવા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને ગરીબોને વિશ્વાસ આપવા માટેની યોજના ગણાવી હતી…

20
0

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને ગરીબોને વિશ્વાસ આપવા માટેની યોજના ગણાવી હતી. વડાપ્રધાને મધ્યપ્રદેશમાં આ યોજના મુજબ બનેલા એક લાખ 75 હજાર આવાસોનું ઉદ્ઘાટન કર્યા પછી કહ્યું કે આ માત્ર મકાન બનાવવાની યોજના જ નથી પરંતુ આનો હેતુ ગરીબોને તાકાતવર બનાવવાનો છે.
વડાપ્રધાને કહ્યું કે યોજનાનો મુખ્ય હેતુ ગરીબ લોકો ઘર, વિજળી, પાણી, ઈઁધણ જેવા રોજિંદા સંઘર્ષમાંથી બહાર નિકળી અને ભવિષ્ય તથા પ્રગતિ તરફ ધ્યાન કેન્દ્રિત કરે. વડાપ્રધાને કહ્યુ કે ગરીબ મહેનત કર્યા પછી જ્યારે રાત્રે થાકલો ઘરે પહોંચે તો શાંતિની નિંદર માણી શકે અને આગળના દિવસે ફરી સ્ફુર્તીની સાથે કામ ઉપર ચાલી નિકળે. ગરીબીને હરાવવાની છે. ગરીબીમાંથી નિકળવું હોય તો ગરીબીથી મુક્તિ મેળવવાનો સૌથી મોટો રસ્તો છે ગરીબને તાકાતવાર બનાવવાનો. ગરીબોએ પોતાની લડાઈ લડવાની તાકાત મળી રહી છે. તેનું પરિણામ પણ દેખાઈ રહ્યું છે.
પીએમ મોદીએ કહ્યું કે 2022 સુધી દેશના દરેક પરિવારને ઘર આપવાના લક્ષ્યની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલુ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણને લગતી તૈયાર કરવામાં આવેલા ઘર આ વાતનો પૂરાવો છે કે કોરોના મહામારી પણ વિકાસ કાર્યોમાં બાધા ન બની શકી.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આજે મધ્ય પ્રદેશના લાભાર્થિઓને પોતાનું પાકું મકામ મળી રહ્યું છે. પોતાના સપનાનું ઘર મળી રહ્યું છે. એક નવો વિશ્વાસ તમારા મનમાં ઉદ્ભવ્યો છે. મધ્યપ્રદેશના 1.75 લાખ એવા પરિવાર જે પોતાના ઘરમાં આજે પ્રવેશ કરી રહ્યા છે. તે તમામ લોકોને હું ખુબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મને કેટલીકવાર લોકો પૂછે છે કે ઘરતો પહેલા પણ ગરીબો માટે બનતા હતા. આમ તો દશકોથી ગરીબો માટે ઘર બનાવવાની યોજનાઓ ચાલી રહી છે. પરંતુ કરોડો ગરીબો ગરીબોને ઘર આપવાનું લક્ષ્ય હતું. તે ક્યારેય પૂર્ણ ન થયું. પીએમએ કહ્યું કે પહેલા ગરીબ સરકાર પાછળ દોડતો હતો હવે સરકાર લોકો પાસે જઈ રહી છે. હવે કોઈની ઈચ્છા મુજબ લિસ્ટમાં ના નથી જોડી શકાતું કે નથી રદ્દ કરી શકાતું.


Previous articleકોરોના વાયરસની સારવાર માટે ભારતીય વૈક્સીન વિશે સારા સમાચાર એવા છે કે,….
Next articleમિસ્ત્રી પરિવારના શાપોરજી પાલોનજી (એસપી) સમુહ જૂથ અને ટાટા જૂથ વચ્ચેની લડાઇ ફરી એકવાર ઉગ્ર બની છે….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here