Home India ભાજપના સંસદીય પક્ષની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં હંગામાને લઈને વિપક્ષની ઝાટકણી...

ભાજપના સંસદીય પક્ષની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં હંગામાને લઈને વિપક્ષની ઝાટકણી કાઢી

7
0

ભાજપના સંસદીય પક્ષની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં હંગામાને લઈને વિપક્ષની ઝાટકણી કાઢી છે. સંસદની બેઠક શરૃ થતાં પહેલા જ વડાપ્રધાને જણાવ્યું હતું કે વિપક્ષ બંને ગૃહને ચાલવા દઈ રહ્યું નથી. વડાપ્રધાને જણાવ્યું હતું કે વિપક્ષની આ માનસિકતાને પ્રજા સામે લાવવી જરુરી છે.
આની સાથે તેમણે આઝાદીના ૭૫ વર્ષનો રોડમેપ રજૂ કર્યો. આજે ફરીથી એક વખત વિપક્ષે પેગાસસ જાસૂસી રિપોર્ટ પર ચર્ચા માટે રાજ્યસભામાં મોટાપાયે નારાબાજી કરી. તેના પછી ગૃહની કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. લોકસભામાં પણ આ મામલાને લઈને વિપક્ષનો હંગામો જારી છે. લોકસભાની કાર્યવાહી પણ વિપક્ષી સાંસદોની નારાબાજી વચ્ચે બપોરે પોણા બાર સુધી સ્થગિત કરી દેવાઈ હતી.
આ પહેલા પેગાસસ જાસૂસી મામલે, ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદા સહિત જુદા-જુદા મુદ્દા પર વિપક્ષી સભ્યોએ ગૃહમાં બરોબરનો શોરબકોર કર્યો હતો. આના લીધે લોકસભાની કાર્યવાહી ત્રણ વખત સ્થગિત કરવી પડી હતી. તેના પછી પણ વિપક્ષી સાંસદોનો વિરોધ ઓછો ન થયો તો તેના પગલે ગૃહની કાર્યવાહીને સમગ્ર દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ચોમાસુ સત્રના પહેલા દિવસે પણ આ મુદ્દાઓને લઈને ગૃહની કાર્યવાહી અવરોધાયેલી રહી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષને જણાવ્યું હતું કે સરકાર તમને જવાબ આપવા માંગે છે, પરંતુ તમે સતત નારાબાજી કરી રહ્યા છો. પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છે. તેથી તેમના હિતના મુદ્દા ઉઠાવો, પરંતુ તમે સરકારને સાંભળવા ઇચ્છતા નથી.
આ પહેલા ગઇકાલે કેન્દ્રીય કૃષિ કાયદાના વિરોધમાં રાહુલ ગાંધી સંસદમાં ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા. આ ઉપરાંત સંસદની બહાર ખેડૂતો દ્વારા પણ કૃષિ કાયદા વિરોધી પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.

Previous articleનર્મદાના એક અખબારના તંત્રી યોગેશભાઈ વસાવાનું હૃદયરોગમાં દુઃખદ અવસાન થતા શોકની લાગણી ફેલાઈ
Next articleવડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે લગભગ 40 મિનિટ સુધી ચાલી બેઠક,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here