વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ માટેની બે દિવસીય ‘‘95મી નેશનલ વાઈસ ચાન્સેલર્સ મીટ’’નો ઈ-શુભારંભ કરાવ્યો હતો. ડૉ. બાબાસાહેબ આંબેડકરની 130મી જન્મજયંતીના અવસરે ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ-એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 પર પરામર્શ સત્રનું આયોજન એક સરાહનીય પગલું છે.
ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ દર વર્ષે રાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરે છે. આ વર્ષે 95મા સંમેલનની યજમાની ગુજરાતની એકમાત્ર ઓપન યુનિવર્સિટી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા થઈ રહી છે તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સમાજના વંચિત વર્ગના યુવાનોને શિક્ષણની મુખ્યધારામાં જોડવાના ક્ષેત્રે અગ્રેસર છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટી સતત પ્રયત્નશીલ છે. સાથે જ ગુજરાતના શહેરી અને ગ્રામીણ ક્ષેત્રના યુવાઓને વ્યવસાયલક્ષી તાલિમ પણ આપી રહી છે. ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન મૂલ્યો પર આધારિત શિક્ષા સંસ્કાર પણ આ યુનિવર્સિટી આપી રહી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા એક ટાસ્ક ફોર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ યુનિવર્સિટી દ્વારા નવી શિક્ષણ નીતિના અમલ માટે પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે.
Home Gujarat વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણ માટેની બે દિવસીય ‘‘95મી...