Home NRI પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડના પ્રથમ ભારતીય મૂળનાં પ્રધાન બન્યાં છે.

પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડના પ્રથમ ભારતીય મૂળનાં પ્રધાન બન્યાં છે.

35
0

41 વર્ષના પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડના પ્રથમ ભારતીય મૂળનાં પ્રધાન બન્યાં છે. ભારતમાં જન્મેલા, સિંગાપોરમાં શાળા અભ્યાસ બાદ વધુ અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડ પહોંચ્યાં હતાં. સપ્ટેમ્બર 2017માં લેબર પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાયેલાં પ્રથમ ભારતીય હતાં અને તેમને વિવિધતા, સમાવેશિતા અને વિશિષ્ટ સમુદાયો માટેનું મંત્રાલય સોંપાયું છે.
સોમવારે ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને પોતાની ટુકડીમાં પાંચ નવા પ્રધાનોનો ઉમેરો કર્યો હતો જેમાં પ્રિયંકા સામેલ હતાં. નોંધનીય છે કે પ્રિયંકાએ પોતાની વર્ક લાઇફને એવા લોકોની વકીલાત માટે ગાળી છે કે જેમના અવાજને ઘણીવાર દબાવી દેવામાં આવતો હોય છે જેમાં ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બનેલી મહિલાઓ અને જેમનું ભારે શોષણ કરવામાં આવે છે તે માઇગ્રન્ટ વર્કર્સનો સમાવેશ થાય છે. પ્રિયંકા સપ્ટેમ્બર 2017માં લેબર પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાયાં હતાં.
રાધાકૃષ્ણને સામુદાયિક અને સ્વૈચ્છિક ક્ષેત્ર મંત્રીના રૂપમાં શપથ લીધા છે. તેમનો જન્મ ચેન્નાઈમાં થયો છે. જ્યારે ઉછેર અને ભણતર સિંગાપુરમાં થયું છે. તેમના દાદી કોચીમાં એક મેડિકલ પ્રોફેશનલ હતા અને કમ્યુનિસ્ટ પણ હતા.
2019માં તેણી મિનિસ્ટર ફોર એથનિક કોમ્યુનિટીઝના પાર્લામેન્ટરી પ્રાઇવેટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયાં હતાં. તેણીએ જે ક્ષેત્રમાં કામ કર્યું છે તે ક્ષેત્રના અનુભવે તેમને વિવિધતા, સમાવેશિતા અને વિશિષ્ટ સમુદાયો માટેનાં મંત્રાલયમાં તેમની નવી ભૂમિકા માટે પાયો સ્થાપિત કરવામાં મદદ કરી છે.


Previous articleચીનમાં એક 29 વર્ષના બો નામના વ્યક્તિની ધરપકડ કરી લેવાઇ છે,.
Next articleજૂની નોટ અથવા સિક્કાથી પોતાની કિસ્મત ચમકાવી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here