South-Gujarat

ડાંગ જિલ્લાનાં વડામથક આહવા ખાતે ફરજ બજાવનાર પી.એસ.આઈ.યોગેશભાઈ અમરેલીયાનું કોરોનાનાં કારણે નિધન

ડાંગ જિલ્લાનાં વડામથક આહવા ખાતે ફરજ બજાવનાર પી.એસ.આઈ.યોગેશભાઈ અમરેલીયાનું કોરોનાનાં કારણે નિધન થયું છે.

તેઓ 7 મહિનાથી આહવા પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા હતા. આજરોજ રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેમનું મોત નીપજતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે…

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે છેલ્લા 7 મહિનાથી પી.એસ.આઈ તરીકે ફરજ બજાવતા યોગેશભાઇ અમરેલીયાનું કોરોનાનાં કારણે નિધન થયુ છે. જિલ્લાનાં મુખ્ય મથક આહવાનાં પોલીસ મથકમાં પી.એસ.આઈ તરીકે ફરજ બજાવનાર યોગેશભાઈ અમરેલીયા કોરોના સંક્રમિત થયા બાદ રાજકોટ ખાતે સારવાર માટે દાખલ થયા હતા. સારવાર દરમિયાન યોગેશભાઇ અમરેલીયાનું મોત થયુ છે.ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ મથકનાં પી.એસ.આઈ.યોગેશભાઈ અમરેલીયાનું કોરોનાનાં પગલે દુઃખદ મોત નિપજતા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા શોક વ્યક્ત કર્યો હતો.

શેખર ખેરનાર ડાંગ

Leave a Reply

Your email address will not be published.