Home Kheda (Anand) કલેક્ટર શ્રી આણંદ દ્વારા જાહેર અપીલ ને મળી રહયું છે જન સમર્થન

કલેક્ટર શ્રી આણંદ દ્વારા જાહેર અપીલ ને મળી રહયું છે જન સમર્થન

29
0

હાલ કોરોના સંક્રમણની વધતી પરિસ્થિતિ બાબતે આપણે સૌ માહિતગાર છીએ, કોરોના સંક્રમણને નાથવા માટે સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર આણંદ દિવસ રાત કાર્યરત છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા આ મહામારીને નાથવા માટે આણંદની જનતાનો વિશેષ સહયોગ આવશ્યક છે. આણંદ જિલ્લાની જાહેર જનતા હાલમાં કોરોના વાયરસની પ્રર્વતમાન પરિસ્થિતિ ધ્યાને લઈ વધતા જતા કોરોના સંક્રમણને અટકાવી શકાય તે હેતુથી *તા.૨૧/૦૪/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી* સાંજના ૦૫:૦૦ કલાક બાદ આણંદ જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારોમાં તથા તાલુકા મથકના ગામના વિસ્તારમાં આવેલ શોપીંગ મોલ, સિનેમાગૃહ, બાગબગીચા, ખાણીપીણીની દુકાનો, લારી-ગલ્લા (પાનનાં ગલ્લા, ચાની લારીઓ સહિત તમામ), શાકભાજી બજારો સહિત તમામ પ્રકારના માર્કેટ, તમામ વાણિજ્ય વિષયક ઓફિસ તથા કોમર્શીયલ કોમ્પલેક્ષ, હોટલ-રેસ્ટોરન્ટ, સ્વીમીંગપુલ, દુકાનો, ખાનગી ઓફિસો, જીમ, ધાર્મિક સ્થળો, કોમ્યુનીટી હોલ, વગેરે તમામ જાહેર સ્થળો સ્વેચ્છાએ બંધ રાખે તે માટે હું (આર.જી.ગોહિલ IAS), કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ, આણંદ, આણંદની જનતાને અપીલ કરું છું. આવો આપણે સૌ ભેગા મળી કોરોના સામેનો આ જંગ જીતવા અગ્રેસર થઈએ.


Previous articleનર્મદા જિલ્લામાં મંગળવારે ૪૮ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૭૬૨ પર પોંહોચ્યો
Next articleસી.એમ રૂપાણી એ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here