India

2013માં ચીન મામલે કરેલો સવાલ PM મોદી માટે બન્યો માથાનો દુ:ખાવો, કોંગ્રેસે કહ્યું- ‘જવાબ આપો PM’

વરિષ્ઠ કોંગ્રેસ નેતા શશી થરૂર અને રણદીપ સુરજેવાલાએ 2013ના એક ટ્વીટનો હવાલો આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાનો સાદ્યો છે.2013માં ભારત-ચીન તણાવ સાથે જોડાયેલ ટ્વીટ નરેન્દ્ર મોદીએ ત્યારે કર્યું હતું. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ ટ્વીટને આગળ વધારતા બંન્ને કોંગ્રેસ નેતાએ પ્રધાનમંત્રી પાસે જવાબ માંગ્યો છે.

વર્ષ 2013ના ટ્વીટમાં નરેન્દ્ર મોદીએ યૂપીએ-2 દરમિયાન તત્કાલિન મનમોહન સિંહ સરકારને પૂંછ્યુ હતું કે લદ્દાખમાં ભારતીય સેના પોતાના જ વિસ્તારથી પાછળ કેમ આવી હટી રહી છે. ટ્વીટમાં નરેન્દ્ર મોદીએ લખ્યું,’ચીન પોતાની સેના પાછળ લઇ રહ્યું છે પરંતુ મને આશ્ચર્ય છે કે ભારતીય સેના પોતાની જ જમીન પર પાછી કેમ હટી રહી છે? આપણે શામાટે પાછળ આવવું જોઇએ’.

તમને જણાવી દઇએ કે, આ ટ્વીટ તે દરમિયાન કરવામાં આવ્યું હતું જ્યારે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ભારત અને ચીનની સેના આમને-સામને આવી ગઇ હતી. તણાવને ઘટાડવા માટે બંન્ને પક્ષમાં સહેમતી થઇ કે લદ્દાખના વિવાદાસ્પદ વિસ્તારથી સેના હટાવવામાં આવશે. તે સમયે ભારતે કહ્યું હતું કે, ચીની સેના 15 એપ્રિલ, 2013એ ભારતીય ક્ષેત્રના 10 કિલોમીટર હિસ્સામાં ઘૂસી ગઇ છે અને લદ્દાખની દેપ્સાંગ ઘાટીમાં પોતાના ટેંટ ઉભા કરી લીધા છે.

ઠીક આવું જ કંઇ ગત રવિવારે સામે આવ્યું, જેમા બંન્ને દેશ તણાવ ઓછો કરવા માટે પોતપોતાની સેના પરત ખેંચવા માટે રાજી થયા. લદ્દાખની ગલવાન ઘાટીમાં ‘નો મેન્સ લેન્ડ’ બનાવવાનું એલાન થયું, જેથી કરીને કોઇ પક્ષ તફથી તણાવ ભડકે નહી. મેની શરૂઆતમાં જ બંન્ને દેશની સેના આમને-સામને હતી. 15 જૂને બંન્ને પક્ષો વચ્ચે હિંસક અથડામણ થઇ ગઇ હતી. જેમા ભારતના 20 જવાન શહીદ થઇ ગયા હતા. ચીનના પણ ઘણા સૈનિકો હતાહત થયા પરંતુ તેમણે કોઇ આધિકારિક આંકડો જાહેર કર્યો નહી.

આ ઘટના પર કોંગ્રેસે સરકારને ઘેરવાનું શરૂ કરી દીધુ અને મંગળવારે પાર્ટી નેતા શશિ થરૂરે નરેન્દ્ર મોદીને 2013ના ટ્વીટને રી-ટ્વીટ કરતા કહ્યું કે, આ મામલે (સેનાના પાછળ હટતા)માં હું મોદીજીની સાથે છું. પ્રધાનમંત્રીએ આ અંગે જવાબ આપવો જોઇએ.

શશિ થરૂરના સુરમાં સુર આપતા પાર્ટી નેતા રણદીપ સુરજેવાલાએ પણ એક ટ્વીટ કર્યું અને લખ્યુ, આદરણીય પ્રધાનમંત્રી જી, શું તમારા શબ્દો યાદ છે? શું તમારા શબ્દોનું કોઇ મહત્વ છે? શું હવે જણાવશો કે આપણી સેના આપણી જમીન પરથી પાછળ કેમ હટી રહી છે? દેશ જવાબ માંગે છે.

Leave a Reply

Your email address will not be published.