Home India રાહુલ ગાંધી એ દેશમાં કોરોના વાયરસ ના કેસ એક કરોડથી વધુ થયા...

રાહુલ ગાંધી એ દેશમાં કોરોના વાયરસ ના કેસ એક કરોડથી વધુ થયા બાદ સરકાર પર નિશાન સાંધ્યું.

38
0

કોંગ્રેસ (Congress)ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ દેશમાં કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણના કેસ એક કરોડથી વધુ થયા બાદ શનિવારના રોજ સરકાર પર નિશાન સાંધ્યું અને આરોપ લગાવ્યો કે તૈયારી વગર કરાયેલ લોકડાઉન (Lockdown)થી દેશમાં કરોડો જિંદગી બર્બાદ થઇ ગઇ.
તેમણે ટ્વીટ કરી કે કોરોના સંક્રમણ (Corona Infection)ના એક કરોડ કેસ સામે આવી ગયા અને અંદાજે 1.5 લાખ લોકોના મોત થયા. અનિયોજીત લોકડાઉનથી લડાઇને 21 દિવસમાં જીતી શકયા નહીં, જેમ કે વડાપ્રધાને કહ્યું હતું. પરંતુ તેનાથી દેશમાં કરોડો જિંદગી બર્બાદ થઇ ગઇ.
ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના 25152 નવા કેસ સામે આવ્યા બાદ શનિવારના રોજ સંક્રમિતોની કુલ સંખ્યા એક કરોડથી વધુ થઇ ગઇ. સંક્રમણથી ઉભરી ચૂકેલા લોકોની કુલ સંખ્યા પણ જો કે વધીને 95.50 લાખ થઇ ગઇ છે. છેલ્લાં 24 કલાક દરમ્યાન 347 દર્દીના મોત થયા બાદ મૃતકોની કુલ સંખ્યા 145136 થઇ ગઇ છે.


Previous articleવડાપ્રધાને વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો.
Next articleઅમેરિકા માં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 254680 નવા કેસ સામે આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here