રેલવે મોટા સ્ટેશનો પર યૂઝર ફી વસૂલવાની તૈયારીમાં છે. આ ટ્રેન ટિકિટનો ભાગ હશે, પરંતુ તમામ યાત્રીઓ માટે યૂઝર ફી સરખી નહીં હોય. સૂત્રોનું કહેવું છે કે AC કોચમાં યાત્રા કરનારાઓએ વધારે યૂઝર ફી આપવાની રહેશે. AC2 અને AC3માં યાત્રા કરનારાઓ માટે યૂઝર ફી ઓછી હશે જ્યારે સ્લીપર ક્લાસના યાત્રીઓ માટે મામલી ફી હશે. સૂત્રો પ્રમાણે મિનિમમ યૂઝર ફી 10 રૂપિયા હશે. રેલ મંત્રાલય આ વિશે એક પ્રપોઝલ પર કામ કરી રહ્યું છે, જેને જલદી મંજૂરી માટે કેબિનટમાં રાખવામાં આવશે.
ટ્રેનમાંથી ઉતરવા પર પણ આપવો પડશે ચાર્જ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે એ વાત પર ચર્ચા ચાલી રહી છે કે શું નૉન રિઝર્વ્ડ કેટેગરી અને મુસાફરી રેલ યાત્રીઓથી મિનિમમ યૂઝર ફીસ વસૂલવામાં આવે અથવા તેમને આમાંથી મુક્ત રાખવામાં આવે. રેલ મંત્રાલય કેબિનેટની મંજૂરી માટે જે પ્રપોઝલ બનાવી રહ્યું છે, તેના પ્રમાણે યાત્રા કર્યા બાદ પણ યાત્રીએ યૂઝર ફી આપવાની રહેશે. સાથે જ જો તમે કોઈને છોડવા કે લેવા માટે સ્ટેશન ગયા છો તમારે પ્લેટફોર્મ ટિકિટ ઉપરાંત વિઝિટર ફી પણ ચુકવવી પડી શકે છે.
પ્લેટફૉર્મ ટિકિટ ખરીદનારાઓ પાસેથી 10 રૂપિયા વિઝિટર ફી લેવાશે
નાણાકીય સંકટ સામે ઝઝુમી રહેલી રેલવે પીપીપી મોડ પર 50 સ્ટેશનોને રિડેવલપ કરવા માટે ફંડ એકત્ર કરવા માટે યાત્રીઓ પર યૂઝર ફી લગાવવાની યોજના બનાવી રહ્યું છે. પ્રપોઝલ પ્રમાણે ટ્રેનમાંથી ઉતરનારા યાત્રીઓ પાસેથી યૂઝર ફીના 50 ટકા બરાબર રકમ વસૂલવામાં આવશે. આ પ્રકારે પ્લેટફૉર્મ ટિકિટ ખરીદનારાઓ પાસેથી 10 રૂપિયા વિઝિટર ફી લેવામાં આવશે.