Home Gujarat વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજેન્દ્ર ત્રિવેદીનું રાજીનામું

વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજેન્દ્ર ત્રિવેદીનું રાજીનામું

133
0

આજે બપોરે 1.30 વાગ્યે નવા મંત્રીમંડળના પદનામિત ધારાસભ્યો મંત્રીપદના શપથ લેશે. ત્યારે સવારે 10 વાગ્યાથી ધારાસભ્યોને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ હતી કે ‘તમે મંત્રી બનો છો’. આ સાથે જ વિધાનસભા અધ્યક્ષપદેથી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે ટુંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
નવા મંત્રી મંડળમાં જેમને સ્થાન મળ્યું છે તેમાં સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના મંત્રીઓને સ્થાન મળ્યું છે પરંતુ કચ્છનું પત્તુ આ વખતે કપાયું છે. કચ્છના કોઈને ફોન આવ્યો નથી જેનો સીધો અર્થ છે કે કચ્છમાંથી કોઈપણને મંત્રીમંડળમાં સ્થાન નહીં મળે.
આ સાથે જ જે મંત્રીઓને આજે શપથ લેવાની છે તેમને શપથવિધિ માટે આમંત્રણ પણ પાઠવી દેવામાં આવ્યા છે અને બપોરે નિર્ધારિત સમય કરતાં 30 મિનિટ પહેલા રાજભવનમાં હાજર રહેવા જણાવી દેવાયું છે.
પદનામિત સભ્યો
નરેશ પટેલ – ગણદેવીના ધારાસભ્ય પટેલ નરેશભાઈ મગનભાઈ અનુસૂચિત જનજાતિની બેઠક પર ચૂંટાયેલા છે.
કનુ દેસાઇ – પારડી વિધાનસભા ક્ષેત્ર
દુષ્યંત પટેલ – ભરૂચ વિધાનસભા વિસ્તાર
હર્ષ સંઘવી – સુરત
ઋષિકેશ પટેલ – વિસનગર
અરવિંદ રૈયાણી – રાજકોટ વિધાનસભા ક્ષેત્ર
જીતુ વાઘાણી- ભાવનગર
બ્રિજેશ મેરજા – મોરબી
કિરીટસિંહ રાણા – લીંબડી
રાઘવજી પટેલ – જામનગર
મનીષા વકીલ – વડોદરા
મુકેશ પટેલ – ઓલપાડ
જે. વી. કાકડીયા – અમરેલી
જગદીશ પંચાલ – અમદાવાદ
ગજેન્દ્રસિંહ પરમાર – પ્રાંતિજ
પ્રદિપભાઈ પરમાર – અસારવા
દેવા માલમ – કેશોદ
આર.સી.મકવાણા – મહુવા (ભાવનગર)


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here