Home Kheda (Anand) રાજેશ પટેલે એક સમયે બે સરકારી દવાખાના અને કોવિડ કેર સેન્ટર ખૂબ...

રાજેશ પટેલે એક સમયે બે સરકારી દવાખાના અને કોવિડ કેર સેન્ટર ખૂબ સારી રીતે ચલાવ્યા

51
0

રાજેશ પટેલે એક સમયે બે સરકારી દવાખાના અને કોવિડ કેર સેન્ટર ખૂબ સારી રીતે ચલાવ્યા
જિલ્લાના તમામ સરકારી દવાખાનાઓમાં શ્રેષ્ઠ સારવાર

આણંદઃ આણંદ જિલ્લાના વિદ્યાનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય તબીબ તરીકે સેવા આપતા ડૉ. રાજેશ ભાઈ પટેલ લોકોની સારવાર માટે એક જાણીતું નામ બન્યું છે,
કોરોના સંક્રમણ કાળ વચ્ચે એક સમયે તેઓ એકલે હાથે બે દવાખાના અને સમરસ હોસ્ટેલ ખાતેનું કોવિડ કેર સેન્ટર પણ ખૂબ સારી રીતે ચલાવ્યા હતા, લગભગ છેલ્લા એક વર્ષમાં કોરોના સંક્રમિત અને અન્ય રોગોના ત્રણ હજાર જેટલા દર્દીઓની સારવાર કરી હતી.




જેમાં તેઓ અને તેઓનો નસિંગ સ્ટાફે પણ સેવા આપી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિદ્યાનગર એક એવું સેન્ટર છે જ્યાં જિલ્લાના કલેક્ટરશ્રી અને જિ. વિ. અધિકારીશ્રીઓએ પણ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો.
ગત વર્ષ પણ સમરસ કોવિડ સેન્ટર ખૂબ સારી રીતે ચલાવ્યું અને આજે પણ ડૉ. રાજેશ પટેલ અને તેઓનો સ્ટાફ સારી રીતે ચલાવી રહ્યા છે અહીં એવા કોરોના સંક્રમિત દર્દીઓ માટે આઈસોલેસન માટેની વ્યવસ્થા છે
જેઓને પોતાના ઘેર વ્યવસ્થા ન હોય તેઓને અહીં દાખલ કરી ને રહેવા , જમવા , અને સારવાર , દવાઓ , સહીતની તમામ સુવિધાઓ આપવા માં આવે છે અહીં સારવાર છતાં જો કોઈની તબિયત બગડેતો સિવિલ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને જો દર્દી સારા થાય તો તેઓને સન્માન ભેર એમ્બ્યુલન્સમાં ગામ અને ઘર સુધી મુકવામાં આવે છે.
ડૉ. રાજેશ પટેલ કહે છે કે , કોરોનાને રોકવા માટે સામાન્ય જાગૃતિ અને કાળજી લેવામાં આવેતો કોરોના સંક્રમણ ને અટકાવી શકાય છે , માસ્ક પહેરવો , એક બીજા થી દુરી રાખવી , અને ઇમ્યુનિટી વધે એવી તબીબો દવારા ભલામણ કરાયેલી દવાઓ લેવી આટલી કાળજી રાખવાથી કોરોના સંક્રમણ થી બચી શકાય છે , છતાં પણ કોરોનાથી સંક્રમિત થઈએ તો ગભરાવાની જરૂર નથી તમામ સરકારી દવાખાનાઓમાં સારામાં સારી સારવાર મળે છે અને સારવાર લઈ સાજા થવાની સંખ્યા સોંથી વધારે છે.


Previous articleમાળીયા હાટીના માં કાળનો પડાવ 24 કલાક માં કુલ 8 ના મોત,ગામ માં અરેરાટી મચી ગઇ
Next articleવડોદરા-ગેરતપુર રેલ્વેલાઇન ઉપરનું અડાસ વડોદ રસ્તા પર ફાટક નં.૨૫૨ બંધ કરવા ના-વાંધા પત્રક અપાયુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here