Home Crime ચોરી ની ૩૧ મોટર સાયકલ રિકવર કરી આંતરરાજ્ય વાહન ચોર ટોળકી નો...

ચોરી ની ૩૧ મોટર સાયકલ રિકવર કરી આંતરરાજ્ય વાહન ચોર ટોળકી નો પર્દાફાશ કરતી રાજપારડી પોલીસ

2
0

રાજપારડી-નેત્રંગ પોલીસ ના સંયુક્ત ઓપરેશન માં ચોરીની ૩૧ મોટર સાયકલો રિકવર કરી મધ્યપ્રદેશ ની આંતરરાજ્ય વાહન ચોર ટોળકી ના છ ઇસમો ની ધરપકડ
ગુજરાત ના અલગ અલગ શહેરમાં થી ચોરી કરેલ ૩૧ મોટર સાયકલ ને કબ્જે કરી

રાજપીપલા-અંકલેશ્વર રોડ પર રાજપારડી પોલીસ ના વાહન ચેકીંગ દરમ્યાન બે મોટર સાયકલ પર ડબલ સવારી કરી આવેલા ઇસમોને રોકી તેઓ પાસે આરટીઓ રજીસ્ટ્રેશન કાગળો માંગતા ન હોવાનું જણાવ્યું હતું પોલીસે પોકેટ-કોપ સહિત ની મદદથી બાઇક ચોરીના હોવાનું જણાંતા આ ઇસમો ને પુછપરછ કરતા ગુજરાત ના અલગ શહેરમાં થી વાહન ચોરી કરી હોવાનું માલુમ પડયું હતું આમ આ મધ્ય પ્રદેશ ની આંતરરાજ્ય વાહન ચોર ટોળકી વાહન ચોરી કરી મધ્યપ્રદેશ ના અલીરાજપુર જીલ્લાના દારજા ગામની નજીકના જંગલમાં સંતાડેલી હોવાની કબૂલાત આ ઇસમોએ કરી લેતા મધ્ય પ્રદેશ ની મોટરસાયકલ ચોર ટોળકી નો પર્દાફાશ થયો છે
પોલીસ સુત્રીય માહિતી અનુસાર રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવ તથા પોલીસ ટીમ સાથે તા.૨૨/૭/૨૦૨૧ ના રોજ રાજપીપલા અંકલેશ્વર હાઇવે રોડ ઉપર રાજપારડી પાસે ભુડવા ખાડી નાળા પાસે વાહન ચેકીંગ દરમ્યાન
પ્રોજેક્ટ ઇ-ગુજકોપ અંતર્ગત આપેલ મોબાઇલ “પોકેટકોપ” તેમજ ઇ-ગુજકોપ માં
આશરે ૫૦ થી ૫૫ જેટલા વાહનો સર્ચ કરી અન્ય વાહનો સર્ચ કરતા હતા દરમ્યાન (૧) હિરો પેશન પ્રો મોટર સાયકલ નંબર-જીજે-૦૫-એલજી-૯૭૦૬ તથા (૨) હિરો સપ્લેન્ડર એક્સ મોટર સાયકલ નંબર જીજે-૧૬-બીઇ-૫૯૧૦ ની બન્ને વાહનો ઉપર ડબલ સવારી ચાર ઇસમો ઝઘડીયા તરફથી રાજપારડી તરફ આવતા તેઓને મોટર સાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં પકડેલ હતાં આ ઇસમોને મોટર સાયકલોના આરટીઓ ને લગતા કાગળો તેમજ ડ્રાઇવીંગ લાયસન્સ કે મોટર સાયકલોના કોઇ આધાર પુરાવા માંગતા નહિં હોવાનું જણાવ્યું હતું અને પોતાની માલીકીની હોવાનું જણાવેલ જેથી આ મોટર સાયકલો આ ઇસમોએ ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનું જણાઇ આવતા બન્ને મોટર સાયકલોનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર આધારે મોબાઇલ પોકેટ કોપમાં સર્ચ કરતા બન્ને મોટર સાયકલોના અન્ય માલીકોના નામ જણાય આવતા ઇ-ગુજકોપમાં સર્ચ કરતા
(૧) હિરો પેશન પ્રો મોટર સાયકલ નંબર-જીજે-૦૫-એલજી-૯૭૦૬ અને (૨) હિરો સપ્લેન્ડર એક્સ મોટર સાયકલ નંબર જીજે-૧૬-બીઇ-૫૯૧૦ સુરત જીલ્લાના કીમ પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુનાઓ દાખલ થયેલ બન્ને મોટર સાયકલો હોવાનું જણાય આવ્યુ હતું જેથી બન્ને મોટર સાયકલો કબ્જે કરી ચારેય ઇસમોને સીઆરપીસી ની કલમ -૪૧ (૧) (ડી) મુજબ અટક કરી તેઓને કડકાઇથી યુક્તિ-પ્રયુક્તિ થી સધન પુછપરછ કરતા તેઓ ભાંગી પડી કબુલાત કરેલ કે પોતાના સાગરીતો સાથે ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જેવા કે સુરત, કડોદરા, કાપોદ્રા, કામરેજ, કીમ, નવસારી, બારડોલી, ગરૂડેશ્વર, અમદાવાદ, સંખેડા, હાસોટ, ભરૂચ વિસ્તારમાં થી આશરે ૪૧ જેટલી મોટર સાયકલોની ચોરી કરી પોતાના વતન મધ્ય પ્રદેશના અલીરાજપુર જીલ્લાના દરકલી ગામની નજીક આવેલ જંગલમાં અલગ અલગ જગ્યાએ છુપાવી રાખેલ હોવાનું કબુલ્યું હતું
જેથી વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઇ અંક્લેશ્વર ના ઓ ના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર ડીવીઝનમાથી રાજપારડી પીએસઆઇ જે.બી.જાદવ અને પીએસઆઇ એન.જે. પાંચાણી નેત્રંગ નાઓ સાથે પોલીસ ની ટીમ બનાવી મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લાના અંતરિયાળ ડુંગરાળ જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યામાં રાત્રી દરમ્યાન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અલગ અલગ શહેરમાં થી ચોરી માં ગયેલી ૩૧ જેટલી મોટર સાયકલ રિકવર કરી છ આરોપીઓની ધરપકડ કરી હતી અલગ અલગ પોલીસ સ્ટેશનના આઠ જેટલા વણશોધાયેલ ગુનાઓ પણ શોધી કાઢવામાં આવ્યા છે જે આરોપીઓની આગળની વધુ તપાસ રાજપારડી પોલીસ ચલાવી રહી છે.
આરોપીઓની મોટર સાયકલો ચોરી કરવાની એમ.ઓ.
ઉપરોક્ત જણાવેલ આરોપીઓ એક ટોળકી બનાવી એમ.પી.માર્ગ પરીવહનની બસ તથા ખાનગી ટ્રકોમા સાંજના સમયે આવતા અને જેતે ટાઉન વિસ્તારમાં આવી લારી-ગલા ઉપર ચા- નાસ્તો કરી મધ્યરાત્રી સુધી અવાવરૂ જગ્યાએ છુપાઇ જતા અને મધ્ય રાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ ટાઉન વિસ્તારોમા નિકળી સારી સારી ગાડીઓ શોધી પોતાની પાસે રહેલ ડુપ્લીકેટ ચાવીઓ થી ખોલી તેમજ સ્ટેરીંગ લોક તોડી વાયરીંગનું સિધુ જોડાણ કરી મોટર સાઇકલો ચાલુ કરી ચોરી કરી બાઇ રોડ લઇ જઇ પોતાના વતન મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જીલ્લાના દરકલી ગામના અંતરિયાળ ડુંગરાળ જંગલ વિસ્તારમાં છુપાવીને રાખી મુકી વેચાણ કરતા હતા.
ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, ગુજરાત.

Previous articleઅંકલેશ્વર તાલુકા પોલીસ મથક માં પત્રકારો સાથે થયેલા ગેર વર્તન ના મુદ્દે પ્રેસ કલબ ઓફ અંકલેશ્વર નું આવેદન પત્ર
Next articleચોટીલા નજીક આવેલ શ્રી આપાગીગા ના ઓટલે ગુરૂપૂર્ણિમા ઉત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here